ગુજરાતમાં ભાજપનું વટવૃક્ષ ઊભું કરનારા કેશુભાઈ પટેલની વિદાય, PM નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-29 13:30:36
  • Views : 422
  • Modified Date : 2020-10-29 13:30:36

           આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું 92 વર્ષનું વયે નિધન થયું છે. ગુજરાતના રાજકારણમાં બાપા તરીકે જાણીતા કેશુભાઈ પટેલે જ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો હતો. તેમણે જ ગુજરાતમાં સૌ પહેલા પાર્ટીને સત્તા પર બેસાડી હતી. અને છેલ્લા 25 વર્ષથી સત્તા પર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંગ્રેજીમાં ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કેશુભાઈને ગુજરાતના વિકાસ અને ગુજરાતીઓની સશક્તિકરણમાં જીવન ખર્ચનાર નેતા ગણાવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના ગુજરાત પ્રમુખ સી.આર. પાટીલે દુઃખ વ્યક્ત કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર તસવીર સાથે ટ્વિટ કરીને લખ્યું છે કે, અમારા લાડીલા અને સન્માનીય કેશુભાઈનું નિધન થયું. મને અંતઃપૂર્વકનું દુઃખ થયું છે અને ઉદાસ થયો છું. તેઓ ઉમદા નેતા હતા જેઓ સમાજના દરેકની સંભાળ લેતા. તેમનું જીવન ગુજરાતની પ્રગતિ અને ગુજરાતીઓના સશક્તિકરણમાં અર્પણ કરી હતીમુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી એ સ્વ.કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટ વૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વકર્તા ગણાવ્યા હતા. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહીં ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોક ચાહના અપાવી છે. કેશુભાઈના અવસાનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે વિજય રૂપાણીએ સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છેગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા ભાજપાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ભાજપાના વરિષ્ઠ આગેવાન અને અમારા મોભી એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. આદરણીય કેશુભાઈ પટેલે તેમનું આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. કેશુભાઈના નિધનથી ગુજરાતને પણ મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના..વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ફેસબુક પર પોસ્ટ કરીને કેશુભાઈ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણ જણાવ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્ર, ખેડૂત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું. પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થનાશિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરતા જણાવ્યું હતું કે, કેશુભાઈ અનેક કાર્યકર્તાઓ માટે અને સમગ્ર પાર્ટી માટે એક વડીલ પિતૃતુલ્ય માર્ગદર્શક રહ્યા હતા. કેશુભાઈ ધરાતલ સાથે જોડાયેલા નેતા તરીકે સૌ માટે પ્રેરણારૂપ રહેશે...

Download Our B K News Today App



Related News