ફોર્બસની 2019ની યાદીમાં અક્ષય કુમાર ફરી બોલીવૂડની સૌથી ધનિક હસ્તી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-21 18:31:33
  • Views : 622
  • Modified Date : 2019-12-21 18:31:33

ફોર્બસે ૨૦૧૯ની અમીર હસ્તીઓની યાદી જાહેર કરી દીધી છે. જેમાં બોલીવૂડમાં અક્ષય કુમાર ટોપ પર રહ્યો છે. અક્ષય માટે ૨૦૧૯નું વરસ શાનદાર રહ્યું છે. તેની ત્રણ ફિલ્મો 'કેસરી, મિશન મંગલઅને હાઉસફુલ ૪' રીલિઝ થઇચુકી છે જ્યારે 'ગુડ ન્યુઝ' રીલિઝ થવાની છે. ફિલ્મ 'કેસરી'એ રૂપિયા ૧૫૩ કરોડ, મિશન મંગલે રૂપિયા ૨૦૦.૬ કરોડ અને હાઉસફુલ ૪ એ રૂપિયા ૨૦૬ કરોડનું કલેકશન કર્યું હતું. આ ત્રણેય ફિલ્મો મળીને રૂપિયા ૫૦૦ કરોડથી પણ વધુ કલેકશન બોક્સ ઓફિસ પર થયું છે.ફોર્બસ ૨૦૧૯ની યાદી પ્રમાણે અક્ષયની કુલ કમાણી રૂપિયા ૨૯૩. ૨૫ કરોડ રહી છે. જે ગયા વરસની સરખામણીમાં ૫૮.૫૧ ટકા વધુ છે. સલમાન ખાનની દબંગ શુક્રવાર ૨૦ ડસેમ્બરના રીલિઝ થઇ રહી છે. આ પહેલા તેની 'ભારત' ફિલ્મ રીલિઝ  થઇ હતી જેણે રૂપિયા ૨૦૦ કરોડથી પણ વધુ કલેકશન કર્યું હતું. સલમાન આ યાદીમાં ત્રીજા સ્થાને છે. શાહરૂખ ખાનની રૂપિયા ૧૨૪.૩૮ કરોડની કમાણી સાથે ટોપ ટેનમાં આવ્યો છે. જોકે શાહરૂખની આ વરસે કોઇ ફિલ્મ રીલિઝ થઇ નથી. પરંતુ પ્રોડકશન અને વિજ્ઞાાપનો દ્વારા તેની આવક થઇ છે. આ યાદીમાં આલિયા ભટ્ટ આઠમી પોઝીશન છે જ્યારે દીપિકા પદુકોણ દસમા સ્થાન પર છે. રજનીકાન્ત ૧૩મા અને પ્રિયંકા ચોપરા ૧૪મા ક્રમાંકે છે. ગયા વરસે પ્રિયંકા ૪૯મા સ્થાને હતી.આ વખતે તે ઘણી આગળ નીકળી ગઇ છે. અનુષ્કા શર્મા ૨૧મા સ્થાન પર અને સારા અલી ખાન ૬૬મા સ્થાન પર છે. જ્યારે દિશા પટાણી અને કૃતિ સેનોન આ યાદીમાં પ્રથમ વખત સામેલ થઇ છે.

Download Our B K News Today App



Related News