વર્ષો સુધી અનુપમ ખેરને કાશ્મીર જવા દેવામાં આવ્યા નહોતા, કહ્યું- હવે હું જરૂર જઈશ અને માતાને પણ લઈ જઈશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 17:07:50
  • Views : 183
  • Modified Date : 2022-04-07 17:07:50

 

અનુપમ ખેર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેમણે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું હતું કે તે નાનપણમાં કાશ્મીર જતા હતા, પરંતુ વર્ષોથી તેમને કાશ્મીર જવા દેવામાં આવ્યા નથી. હવે તેઓ ત્યાં જશે અને આ વખતે તે પોતાની માતાને સાથે લઈ જશે.

શું કહ્યું વીડિયોમાં?
અનુપમે વીડિયોમાં કહ્યું હતું, 'મને યાદ છે, જ્યારે હું પહેલાં પહેલાં કાશ્મીર જતો હતો ત્યારે મારી તબિયત ઘણી જ ખરાબ થઈ જતી હતી. વર્ષો સુધી મને ત્યાં જવા દેવામાં આવ્યો નહોતો, પરંતુ હવે હું ત્યાં જઈશ અને માતાને લઈને જઈશ. માતા વારંવાર કહેતી હોય છે, 'આપણે ત્યાં જઈ શકીએ? તો જઈએ.'

50 વર્ષ પછી પરિવર્તન જોવા મળશે
અનુપમે આગળ કહ્યું હતું, 'ચાલો ભવિષ્ય અંગે વાત કરીએ. પોઝિટિવિટીની વાત કરીએ. કદાચ મારી અને આજની જનરેશનને આ પરિવર્તન જોવા મળશે નહીં, પરંતુ તમારી આગામી પેઢીને અને તેમની આવનારી પેઢીને આજથી 50 વર્ષ પછી આખું કાશ્મીર, કાશ્મીરી હિંદુઓથી ભરેલું દેખાશે અને આ વાત આપણા માટે ઘણી જ મોટી હશે.'

Download Our B K News Today App



Related News