અમારા માટે સત્તામાં રહેવું એટલે સેવાનું કામ કરવું, રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી : નવસારીમાં PM મોદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-10 12:21:14
  • Views : 339
  • Modified Date : 2022-06-10 12:21:14


PM મોદી આજ રોજ નવસારી અને અમદાવાદના પ્રવાસે છે. ત્યારે PM મોદીએ આજે નવસારીના ખુડવેલમાં આજે રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરીને દક્ષિણ ગુજરાતને એક મોટી ભેટ આપી છે.


ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે, અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી: PM

PM મોદીએ નવસારીના ખુડવેલમાં સંબોધન કરતા જણાવ્યું કે, 'ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે. અહીં હું બસમાં આવતો, આટલા વર્ષો અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી.'

 

એક સમયે CM પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરતા અને હું આજે 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું : PM

PM મોદીએ કહ્યું કે, 'ભૂતકાળમાં અહીં આપણે ત્યાં આ જ વિસ્તારના એક એવાં મુખ્યમંત્રી હતાં કે જેમના પોતાના ગામમાં જ પાણીની ટાંકી ન હોતી. હેડપમ્પ લગાવે, એ પણ 12 મહિને સૂકા થઇ જાય એના વાયસર પતી જાય, આ બધાને ખબર છે. પણ હું આવ્યો, મે ગુજરાતમાં જવાબદારી લીધી અને એમના ગામમાં મે ટાંકી બનાવી. એક જમાનો ગુજરાતમાં એવો હતો કે, ગુજરાતના એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની એક ટાંકી બનાવી અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં ગુજરાતના છાપામાં પહેલાં પાના પર મોટા ફોટા છપાયા હતા કે મુખ્યમંત્રીએ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું. એ દિવસો ગુજરાતે જોયા છે. અને આજે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું.'

 

જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે: PM

PM મોદીએ નવસારીથી સંબોધન કરતા જણાવ્યું કે, 'ગુજરાત છોડ્યા બાદ જે-જે લોકોએ ગુજરાતને સંભાળવાનું દાયિત્વ સંભાળ્યું તેમાં આજે ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો વિશ્વાસ જગાવી રહી છે તે તેનું જ પરિણામ છે કે મારી સામે આજે પાંચ લાખથી પણ વધારે આટલી મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યાં. મને ગર્વ એ વાતનું થાય છે કે જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે અને તમારો પ્રેમ વધતો જ જઇ રહ્યો છે. એટલે મને સર્વાધિક ગર્વ થઇ રહ્યો છે.'

 

PM મોદીનું નવસારીથી સંબોધન શરૂ

PM મોદીએ રૂ. 2151 કરોડની યોજનાઓનું કર્યું ખાતમુહૂર્ત

PM મોદી પહોંચ્યા નવસારીના ખુડવેલ

PM મોદીનું CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કર્યું સ્વાગત

ખુડવેલ ખાતે ‘ગુજરાત ગૌરવ અભિયાન યોજાશે

PM મોદી કુલ 2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે

રૂ,1510 કરોડની પાણીની યોજનાનું ખાતમુહૂર્ત કરશે

માર્ગ મકાન વિભાગની 98 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરશે

આરોગ્ય વિભાગની 542 કરોડના કામો ખાતમુહૂર્ત કરશે

રૂ.901 કરોડની યોજનાઓનું લોકાર્પણ કરશે

રૂ.749 કરોડની પાણીની યોજના, 85 કરોડની ઉર્જા યોજનાનું લોકાર્પણ

46 કરોડની માર્ગ મકાન વિભાગની યોજનાનું લોકાર્પણ

20 કરોડ શહેરી વિભાગના વિકાસના કામનું લોકાર્પણ કરશે


Download Our B K News Today App



Related News