દેશમાં સૌપ્રથમ વખત અમદાવાદ સિવિલમાં કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જેરિયાટ્રિક વોર્ડ બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-21 14:45:36
  • Views : 392
  • Modified Date : 2020-09-21 14:45:36

          સમગ્ર દેશવાસીઓ હાલમાં કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે આ વાઈરસનો સૌથી વધુ ખતરો નાના બાળકો તેમજ વૃદ્ધ દર્દીઓ પર હોય છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલે દેશનો સૌ પ્રથમ જેરિયાટ્રિક વોર્ડ ( વૃદ્ધ માટેનો ખાસ કોવિડ વોર્ડ) શરૂ કરવામાં આવ્યો છે. જેમા 70 વર્ષથી વધુ વયના કોરોના પોઝિટિવ દર્દીઓને સારવારની સાથે અનેક વધારાની સગવડો આપવામાં આવી છે.જેરિયાટ્રિક વોર્ડ વિશે જણાવતાં ડો. મોદીએ કહ્યું હતું કે આ વોર્ડ ખાસ 70 વર્ષથી વધુની ઉંમર ધરાવતા કોરાનાગ્રસ્ત દર્દીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં દાખલ તમામ દર્દીઓ માટે અલાયદા પેશન્ટ અટેન્ડેન્ટની નિમણૂક કરવામાં આવી છે. જે 6 દર્દી વચ્ચે એક પેશન્ટ અટેન્ડેન્ટ રહીને વયસ્ક દર્દીઓની પ્રાથમિક જરૂરિયાતો, જેવી કે જમાડવું, પાણી પિવડાવવું, બાથ આપવું, તેમને પેશાબ માટે લઈ જવું, ડાયપર બદલવા જેવી બાબતોનું ધ્યાન રાખશે. આ વોર્ડમાં કાર્યરત નર્સિંગ સ્ટાફ જેઓ વયસ્ક દર્દીઓની સારસંભાળમાં અનુભવી હોય તેવા જ નિમણૂક કરવામાં આવશે. હાલ 60 દર્દીને આ વોર્ડમાં સારવાર આપી શકવાની ક્ષમતા છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધુ વોર્ડ ઊભા કરવાનું પણ અમારું આયોજન છે. જેરિયાટ્રિક વોર્ડમાં વયસ્ક દર્દીઓને વધુ સારી અને ત્વરિત સારવાર મળી રહેશે અને વયસ્ક દર્દીઓનો મૃત્યુદર ઘટશેજેરિયાટ્રિક વોર્ડમાં ઉપલબ્ધ સુવિધાઓની વાત કરીએ તો વયોવૃદ્ધ દર્દીઓને ચાલવામાં તકલીફ ન પડે એ માટે વોકર્સ મૂકવામાં આવ્યાં છે. બાથરૂમ કે ટોઇલેટમાં જાય ત્યારે બેસવા કે ઊભા થવામાં તકલીફ ના પડે એ માટે ગ્રેબર લગાડવામાં આવ્યાં છે. દર્દીઓ માટે ખુરસીની વ્યવસ્થા કરવામાં આવી છે. વ્હીલચેર મૂકવામાં આવી છે. દર્દીઓના મનોરંજન માટે દરેક કોવિડ વોર્ડમાં ટી. વી. મૂકવામાં આવ્યાં છે.ડૉ. જે. પી. મોદી આ અનોખી પહેલ વિશે કહે છે, કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ પ્રમાણે વયોવૃદ્ધ દર્દીઓને ખાસ પ્રકારની સારસંભાળ મળી રહે એ માટેની વ્યવસ્થા ઊભી કરવા સૂચન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ દ્વારા દેશનો સૌપ્રથમ જેરિયાટ્રિક વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે વયોવૃદ્ધમાં મૃત્યુદર વધુ જોવા મળે છે, જેના પર કાબૂ મેળવી શકાય એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓમાંથી 20 ટકા પ્રમાણ વયોવૃદ્ધ દર્દીઓ જોવા મળ્યું છે આજે કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર લઈ લઈ રહેલા 375 દર્દીમાંથી 48ને જેરિયાટ્રિક વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News