વડોદરામાં 51 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ગણેશ મંડળોની સાદાઇથી ઉજવણી, ક્યાંક દુકાન તો ક્યાંક ક્લબ હાઉસમાં શ્રીજીની સ્થાપના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-22 15:28:43
  • Views : 407
  • Modified Date : 2020-08-22 15:28:43

          વડોદરા શહેરમાં કોરોનાના વિઘ્ન વચ્ચે વિઘ્નહર્તા ગણપતિ બાપાના ઉત્સવનો પ્રારંભ થયો હતો. જોકે શહેરના તમામ મોટા ગણેશ મંડળોએ કોરોના વાઈરસની ગાઇડલાઇન પ્રમાણે અને સાદાઇથી ગણેશોત્સવની ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. 51 વર્ષથી ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરનાર શામળ બેચરની પોળમાં કોવિડ-19ની ગાઇડના કારણે દુકાનમાં શ્રીજીની સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવવામાં આવી રહ્યો છે.વડોદરાના માંડવી ખાતે આવેલી શામળ બેચરની પોળ યુવક મંડળના પ્રમુખ રાજેશભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારી પોળમાં વર્ષ-1969થી ગણેશજીની સ્થાપના 10 દિવસ માટે કરવામાં આવે છે. ગણેશોત્સવમાં દર વર્ષે ગણપતિની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી., ગણેશજી પ્રથમ પૂજનીય કેમ છે. ગણેશજીનો લગ્નોત્સવ, ગણેશજીનો રંગોત્સવ જેવા ગણેશજીના પ્રસંગોથી થીમ ઉપર મુવિંગ, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે અમે પંડાલ બાંધ્યો નથી. પોળમાં આવેલી એક દુકાનમાં જ ગણેશજીની બે ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. પૂજારી સાંજ-સવાર શ્રીજીની પૂજા-આરતી કરશે. અને જે શ્રદ્ધાળુઓને આરતીમાં ભાગ લેવો હશે, તે માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ભાગ લઇ શકશે. કોરોના સંક્રમણ વધે નહીં તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે. આ વખતે પોળમાં જ પાણીનો કુંડ બનાવીને શ્રીજીની વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અમે ગણેશોત્સવની ઉજવણી માટે ફાળો પણ ઉઘરાવ્યો નથી. અમારી પોળની આસપાસમાં આવેલી દુકાનોમાંથી વેપારીઓ પાસેથી ફાળો ઉઘરાવતા હતા. પરંતુ, આ વખતે અમે ઉઘરાવ્યો નથી. કારણ કે, આ કોરોના લોકડાઉનના કારણે વેપારીઓ પણ આર્થિક મુશ્કેલીમાં હોવાથી અમે ફાળો ઉઘરાવ્યો નથી.મ્યુઝીકલ ડેકોરેશન કરવામાં આવતું હતું. પરંતુ, આ વખતે કોરોનાનું વિઘ્ન હોવાથી સરકારની ગાઇડલાઇન મુજબ ગણેશોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News