આજથી અંબાજીમાં મહાઅભિષેક સાથે સહસ્ત્રચંડી મહાયજ્ઞ શરૂ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 12:23:10
  • Views : 329
  • Modified Date : 2020-08-27 12:23:10

      ગુરુવારથી શક્તિપીઠ અંબાજીમાં યાત્રી રહિત ભાદરવી મહાકુંભનો પ્રારંભ થશે. સવારે 9 કલાકે માતાજીની મૂર્તિનો મહાઅભિષેક કરી સહસ્ત્રચંડી મહાયજ્ઞના પ્રારંભ થશે.તેમજ 2 સપ્ટેમ્બરને બુધવારે સાંજે 4-30 કલાકે પૂર્ણાહુતિ અને મહાઆરતી કરવામાં આવશે. કોરોના મહામારીને લઈ મેળો સ્થગિત કરાયો હોઇ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ગુરુવારે સવારે 9 વાગે સહસ્ત્રચંડી યજ્ઞનો વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ પ્રારંભ થશે. મહાયજ્ઞમાં મુખ્ય યજમાન પદે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે અને વહીવટદાર એસ.જી. ચાવડા સહિત મંદિર કર્મચારીઓ પૂજા વિધિ સંપન્ન કરશે. મેળાનું જીવંત પ્રસારણ કરાશે. મેળાના પ્રારંભે પરંપરા જળવાઈ રહે તે માટે થઈ વહીવટી તંત્ર દ્વારા મંદિર શિખર ઉપર ધ્વજારોહણ કરાશે તેમ વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું.માઇભક્તો ઘેરબેઠાં માતાજીનાં દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ અને જલિયાણ સેવાકેમ્પ ડીસા દ્વારા જીવંત પ્રસારણની વ્યવસ્થા કરાઇ છે. જેમાં માતાજીની સવાર-સાંજની આરતી, સમયાંતરે માતાજીનાં દર્શન, સહસ્ત્રચંડી મહાયજ્ઞ, ગબ્બર દર્શન, યજ્ઞશાળામાં થનાર કાર્યક્રમ સવારે 7-30થી મંદિર મંગળ થાય ત્યાં સુધી જીવંત પ્રસારણ જોઇ શકાશે.

Download Our B K News Today App



Related News