અમદાવાદમાં પહેલીવાર 22 IPSમાંથી 14 ગુજરાતી, 14 DCPમાંથી 11 ગુજરાતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 14:35:25
  • Views : 695
  • Modified Date : 2020-09-20 14:35:25

        અમદાવાદમાં પહેલી વખત પોલીસ ખાતામાં ગુજરાતી આઈપીએસ અધિકારીઓનો દબદબો જોવા મળ્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે કરેલી આઈપીએસ અધિકારીઓની બદલીમાં અમદાવાદમાં 22 આઈપીએસ અધિકારીઓમાંથી 14 ગુજરાતી આઈપીએસ અધિકારીને પોસ્ટીંગ અપાયુ છે.જેમાં સૌથી મહત્વના ગણાતા સેકટર-1 અને સેકટર- 2 ના અધિક પોલીસ કમિશનર તરીકે પણ બંને ગુજરાતી અધિકારી મુકવામાં આવ્યા છે. જ્યારે સાયબર ક્રાઈમ અને એસઓજી જેવા મહત્વના હોદ્દાઓ ઉપર પણ ગુજરાતી આઈપીએસ અધિકારીઓનું પ્રભુત્વ રહ્યું છે.અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી જેમના શીરે છે, તેવા પોલીસ અધિકારીઓમાં કમિશનર થી માંડીને ડીસીપી સુધીના 22 આઈપીએસ અધિકારીનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમના હાથ નીચે, એસીપી, પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ આવે છે.જો કે અમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટુ અને સૌથી મહત્વનું શહેર છે. જેથી અમદાવાદમાં કોઇ પણ પોલીસ અધિકારીને પોસ્ટીંગ આપતા પહેલા તેમની કાબિલીયત અને કામ કરવાની પધ્ધતિ જોવામાં આવે છે. ત્યારબાદ જ તેમને અમદાવાદમાં પોસ્ટીંગ આપવામાં આવે છે.જો કે તાજેતરમાં રાજ્ય સરકારે કરેલી આઈપીએસ અધિકારીઓની બદલીઓમાં 22માંથી 14 ગુજરાતી આઈપીએસ અધિકારીને પોસ્ટીંગ આપ્યુ છે. ગુજરાતી પોલીસ ખાતામાં પણ ઘણા બધા ગુજરાતી આઇપીએસ અધિકારીઓ અલગ અલગ જગ્યાએ ફરજ બજાવે છે.અમદાવાદના 7 ઝોન ડીસીપી, ક્રાઈમ બ્રાંચના ડીસીપી, સાયબર ક્રાઈમના, એસઓજીના, કંટ્રોલ, ટ્રાફિકના 3 ડીસીપી એમ કુલ 14 ડીસીપીનું પોસ્ટીંગ છે. જેમાંથી હાલમાં ક્રાઈમ ડીસીપી દિપન ભદ્રન, ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુ અને ઝોન-5 ડીસીપી આચલ ત્યાગી સિવાયના તમામ ડીસીપી ગુજરાતી છે.ઝોન - 2 ડીસીપી વિજય પટેલ, ઝોન - 4 ડીસીપી રાજેશ ગઢિયા અને એસઓજીના ડીસીપી મુકેશ પટેલ 2008માં પીએસઆઈ થયા હતા. ત્યારબાદ તેઓ ડીવાયએસપી થયા હતા. પછી પ્રમોશન આવતા તેઓ હાલમાં ડીસીપી છે. તેમની સાથે 2008 માં પીએસઆઈ થયેલા પોલીસ અધિકારીઓ હાલમાં પીઆઈ છે અને તેમાંથી મોટા ભાગના અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં તે 3 ડીસીપીના તાબા હેઠળ પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News