બનાસકાંઠા જીલ્લા ફૂટબોલ એશોસિએશન દ્વારા સુરતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 14:48:54
  • Views : 542
  • Modified Date : 2019-05-25 14:48:54

આજ રોજ તા ૨૫-માર્ચ થી ત્રિ દિવસીય રાજ્ય કક્ષાનો ફૂટબોલ રેફ્રીશીપ વર્કશોપ બનાસકાંઠા જીલ્લા ફૂટબોલ એશોસિએશન ના સહયોગથી પાલનપુર માં શરુ કરવામાં આવ્યો છે.જેમાં ગુજરાતભરના ૪૦ યુવાનોએ ભાગ લીધો છે.જેમાં આ યુવાનો 3 દિવસ પાલનપુર માં રહી રેફ્રીશીપ ની તાલીમ લેશે.અને સ્ટેટ લેવલની તેમજ નેશનલ લેવલની મેચોમાં રેફ્રીશીપ કરશે.આજના પ્ર્સન્ગે  ખાસ ગઈ કાલે સુરતમાં બનેલી દુઃખદ ઘટના ટ્યુશન ક્લાસીસમાં ગયેલ બાળકો આગના બનાવના કારણે ૨૧ જેટલા બાળકોના મોત થયા જે સંદર્ભે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મીણબત્તી પ્રજ્વલિત કરી ૨ મિનિટનું મૌન ગુજરાત ભરના રેફરી યુવાન યુવતીઓ દ્વારા પાળવામાં આવ્યું હતું.ગુજરાત કક્ષાના રેફ્રીશીપ વર્કશોપ માં બનાસકાંઠા જિલ્લા ફૂટબોલ એશોસિએશન ના પ્રમુખ હરેશભાઇ ચૌધરી,સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ના જનરલ સેક્રેટરી શ્રી ગુલાબ ચૌહાણ ,જીલ્લાના મંત્રી શ્રી ગીરીશભાઈ પરમાર ,શ્રી વિષ્ણુભાઈ પટેલ,શ્રી ચેતનભાઈ પઢિયાર ઉપસ્થિતિ રહેલ.

Download Our B K News Today App



Related News