અંકલેશ્વરમાં દોઢ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો, દુકાનો, ઘરો અને મંદિરોમાં પાણી ઘૂસ્યા, ભરૂચની બજારોમાં નદીની જેમ પાણી વહ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 15:19:37
  • Views : 425
  • Modified Date : 2020-09-23 15:19:37

         અંકલેશ્વર શહેરમાં માત્ર દોઢ કલાકમાં 5 ઇંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું છે. જેને પગલે ઘર, દુકાન અને મંદિરોમાં પાણી ઘૂસી ગયા હતા. અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.ભરૂચમાં અઢી ઇંચ વરસાદમાં બજારોમાં નદીની જેમ પાણી વહેતુ જોવા મળ્યું હતું. જેને પગલે તમામ દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. ભરૂચમાં માત્ર અઢી ઇંચ વરસાદમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે ભરૂચવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અંકલેશ્વર શહેરમાં દોઢ કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. અંકલેશ્વરના GIDC સહિતના તમામ વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. શહેરના રસ્તાઓ પર પાણી સિવાય કંઇ જોવા મળતુ નથી.અચાનક જ ભારે વરસાદ વરસતા અંકલેશ્વરમાં વાહન ચાલકો અટવાઇ ગયા હતા અને રીક્ષા સહિતના વાહનો બંધ થઇ જતા ધક્કા મારીને વાહનોને ઘરે પહોંચાડવા પડ્યા હતા.



Download Our B K News Today App



Related News