દક્ષિણ ગુજરાતના ચોર્યાસીમાં સાડા પાંચ, 6 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 12:36:36
  • Views : 430
  • Modified Date : 2020-08-21 12:36:36

   હવામાન વિભાગની વરસાદની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે અન્ય 6 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે.બંગાલની ખાડી ઉપર બનેલું લો પ્રેશર એરિયા 22મીએ સેન્ટ્રલ મધ્યપ્રદેશથી વેસ્ટર્ન એમ.પી તરફ આગળ વધશે. જેના કારણે ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર પર અપર એર સાઇક્લોનિક સિસ્ટમ બને એવી શક્યતા છે. જેથી મધ્યપ્રદેશ સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગામી 22 અને 23 ઓગસ્ટના રોજ ભારે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સુરત સિટીમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.દક્ષિણ ગુજરાતની તાપી, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઝાખરી, અંબિકા, ખરેરા, કાવેરી, દમણગંગા, ઔરંગા, સ્વર્ગવાહિની, કોલક, કીમ નદી અને તળાવો, કોતરોમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ છે. જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.

Download Our B K News Today App



Related News