દિયોદર હાઈવે પર ફાયરિંગ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા પાટણ ખસેડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 17:06:40
  • Views : 1758
  • Modified Date : 2020-02-19 17:06:40

દિયોદર હાઇવે વિસ્તાર પર આજે એક વ્યક્તિએ અંગત ઝગડામાં એકાએક ફાયરિંગ કર્યું હતું. જેમાં એકને પગે ગોળી વાગી હતી. ફાયરિંગની ઘટનાને પગલે ખળભળાટ મચ્યો હતો. ફાયરિંગને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તને દિયોદરમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તેને પાટણ રિફર કરાયો હતો. ફાયરિંગ બાદ દિયોદર પોલીસ સ્ટેશન લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જો કે આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ કરી હતી.

Download Our B K News Today App



Related News