અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં આગ, જીવ બચાવવા લોકો ધાબા પર દોડ્યા, હોસ્પિટલમાંથી 13 નવજાત સહિત 60નું રેસ્ક્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 15:35:35
  • Views : 269
  • Modified Date : 2022-06-25 15:35:35

 

કોમ્પલેક્ષમાં આવેલી કંપનીના સર્વર રૂમમાંથી આગ પ્રસરી

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીના સર્વરરૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ છે. કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 13 જેટલા નવજાત બાળકો તથા માતા સહીત 60થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે.


હાલમાં ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે અને 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે

કોમ્પલેક્ષના ઉપરના માળે ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી 13 બાળકોનું રેસ્ક્યુ
શહેરના પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષના બપોરના સમયે ત્રીજા માળે એક કંપનીના સર્વરરૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગેલા કોમ્પલેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, એવામાં હાલ બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે.

જીવ બચાવવા લોકો ધાબા પર દોડ્યા
આગના બનાવને પગલે કોમ્પલેક્ષમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયરની ટીમ દ્વારા પાણીનો મારી ચલાવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત 108 એમ્બ્યુલન્સ પર ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

 

બીજા માળે આગ લાગતા ચોથામાળ સુધી ધુમાડો પહોંચ્યો
ઘટનાના પ્રત્યક્ષદર્શી મનીષભાઈએ જણાવ્યું હતું કે, આ કોમ્પલેક્સમાં અગાઉ પણ આગ લાગી હતી. પરંતુ આજે ખરેખર બીજા માળે આગ લાગી હતી અને એનો ધુમાડો ચોથા માળે આવતા અમે લોકો ધાબા પર જતા રહ્યા હતા. ત્યારે બીજી તરફ નાના બાળકો છે તેમને ફાયરની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. હાલ તમામને અમારી બીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કોઈપણ જાનહાનિ કે કોઈને પણ અસર થઇ હોય તેવું જાણવા મળ્યું નથી આગ લાગી ત્યારે હું તે જગ્યાએ ઉપરના માળે હાજર હશો.

 

2019માં આ જ કોમ્પલેક્ષમાં આગ લાગી હતી
નોંધનીય છે કે, વર્ષ 2019માં આ જ દેવ કોમ્પ્લેક્સમાં આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઉપર આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી. ત્રણ બાળકોને બચાવી લેવાયા હતા. ત્યારબાદ બી.યુ પરમિશન પણ રદ કરવામાં આવી હતી. ત્યારે સાત દિવસમાં દર્દીઓને બીજે ખસેડી હોસ્પિટલ બંધ કરવા સૂચના આપી અને જે તે સમયે જ્યાં દર્દીઓને હાલાકી ન પડે તેવા એક વિભાગ અથવા રૂમને સીલ કરવાની કાર્યવાહી પણ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

Download Our B K News Today App



Related News