કોઈ ધર્મની વિરૂધ્ધ બોલનાર સૂર્ય સાગર વિરૂધ પોલીસ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-11 10:43:56
  • Views : 1244
  • Modified Date : 2020-05-11 10:43:56

વડોદરા અને હાલોલ વચ્ચે ઘણા વર્ષોથી એક જ સ્થળે અડ્ડો જમાવીને બેસેલા સૂર્યસાગર નામના એક વ્યક્તિની વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. સૂત્રો દ્વારા જાણવા મળેલ પ્રમાણે સૂર્ય સાગરે કોઈ ધર્મની વિરૂધ્ધ બોલવા પર તેની ઉપર પોલીસે એફ.આઇ.આર. પણ કરેલ છે, પોલીસે સૂર્યસાગરનો મોબાઇલ પણ લઈ લીધો છે.  


ઓલ  ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિયેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયાએ જણાવ્યું છે કે આ જૈન સાધુ નથી તે પોતાની જાતને જૈન સંત હોવાનો ખોટો દાવો કરે છે. હકીકતમાં તે પોતે સ્વયંભૂ બાબા છે.  તે જૈન ધર્મના કોઇપણ નિયમનું પાલન કરતા નથી. જૈન સાધુ ભગવંતોના કોઇપણ નિયમ તેના આચરણમાં નથી. તેનો બંદુક ચલાવતો એક વિડીયો પણ ખુબ જ વાયરલ થયો હતો. ગંદી ગંદી ગાળો બોલવી, ધમકીઓ આપવી બસ તે જ તેનું કામ છે.  રાહુલ નામના એક વ્યક્તિએ મુંબઇની એક મહિલા પત્રકાર રશ્મિ દવેને તેના ગ્રુપમાં જોડીને અભદ્રતાનો વહેવાર કરેલ. આ રીતનો વર્તાવ કરવાનું કામ તે અને તેના ભક્તો કરતા હતા. મધ્ય પ્રદેશના સાગર ગામના વરિષ્ઠ પોલીસ અધિકારી પરિહાર સાહેબે રાહુલ દ્વારા માફી માંગતો વિડીયો પણ મોકલેલ હતો. થોડા દિવસ શાંત રહ્યા બાદ ફરીથી આ લોકો આ રીતની હેરાનગતિ ચાલુ કરે છે. તેના એક ભકત વિરૂદ્ધ રશ્મિ દવે દ્વારા કરવામાં આવેલ  ફરિયાદના આધારે સુર્યસાગરના ચેલાને પુનાથી પકડીને લાવ્યા બાદ જેલના સળિયા પાછળ પણ મોકલી આપવામાં આવેલ. આઈજાના રાષ્ટ્રીય મહામંત્રી મહાવીર શ્રીમાલે પણ જણાવ્યું કે સુર્યસાગર તેની વિરુદ્ધ બોલનાર તથા તેની પોલો ઉઘાડી પાડનાર લોકોને તે ધમકાવતો અને તેથી લોકો ડરીને ચુપ થઈ જતા. તે ફક્ત ધમકાવાનું જ કામ કરે છે.


સુરતના કેટલાંક જે પોતાને પત્રકાર કહેવાવાળા સુર્ય સાગરના પક્ષમાં હતા. પરંતુ હમણાં તો તેઓએ પણ મોઢું ફેરવી દીધું છે.   સુર્યસાગરે ફક્ત નામનું જ મંદિર બનાવીને એક જ જગ્યાએ વર્ષોથી બેઠેલ છે.   જૈન સાધુ કયારેય એક સ્થાન પર સ્થાઇ રહેતા નથી. તેની પાસે એક બાળક છે. તે સુર્યપુત્ર તરીકે ઓળખાય છે આ પણ એક રહસ્ય છે કે આ બાળક કોનું છે  ? હાર્દિક હુંડીયાએ જણાવ્યું કે  આજ સુધી કયારેય તેના ગુરૂનું નામ સાભળ્યું નથી ! કયારે દિક્ષા લીધી ? તેના વિશે પણ કોઈ વિગત નથી તે પોતાની જાતે જ જૈન સાધુ બનેલ છે પણ ખરેખર હકીકત એ છે કે તે જૈન સાધુ નથી.

Download Our B K News Today App



Related News