આખરે વ્યારા નગર પાલિકાએ નવા ટેન્ડરમાં બાળમજૂરો ન રાખવા અંગે ખાસ ઉલ્લેખ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 12:48:14
  • Views : 347
  • Modified Date : 2020-09-26 12:48:14

       વ્યારા નગરના વાડી વાળા કોમ્પ્લેકસમાં પેવર બ્લોકના કામ ચાલી રહ્યા હતા. જેમાં નાના બાળકો પાસે પણ કામ કરાવી રહ્યા હોવાનો દિવ્ય ભાસ્કર દ્વારા તસવીર ઉલ્લેખ કરી અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું. જેના પગલે આજરોજ વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને બાળ સુરક્ષા અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિકોના જવાબ સહિત વિવિધ તપાસની કામગીરી હાથ ધરી દીધી હતી. જેના રિપોર્ટ તૈયાર થયા બાદ વધુ માહિતી મળશે. સાથે વ્યારા નગરપાલિકા દ્વારા આવનાર નવા દરેક ટેન્ડરોમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ મજૂરો ઉપયોગ ન કરવા માટે લેખિતમાં સૂચના આપી દેવામાં આવશે.વ્યારા નગર ખાતે આવેલા વાડીવાલા કોમ્પલેક્ષમાં કોન્ટ્રાક્ટર દ્વારા પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે. જે કામગીરીમાં નાના બાળકો નો ઉપયોગ કરાતા જે અંગે જાગૃત નગરજનો દ્વારા વ્યારા દિવ્યભાસ્કરના પ્રકારનું ધ્યાન દોર્યું હતો. જેને લઇને ગતરોજ પેવર બ્લોક ની કામગીરીમાં કામ કરતા બાળકોના તસવીર અહેવાલ છાપી દેવાયો હતો. જેને પગલે આજરોજ વ્યારા નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલ તેમજ વ્યારા બાળ સુરક્ષા અધિકારી નિર્મલભાઇ તથા ટીમ ઘટનાસ્થળે રહી હતી. તેમજ આજુબાજુના દુકાનદારોના નિવેદનો નોંધવાની કામગીરી હાથ ધરી સાથે કોન્ટ્રાક્ટર પાસે રજીસ્ટરની માંગણી કરી હતી. સાથે પેવર બ્લોકનું કામ કરનારા કરનારા લોકોના નિવેદનો નોંધવાની કામગીરી બીજા દિવસે કામગીરીમાં નાના બાળકો ગાયબ થઇ ગયા હતા અને પુખ્ત વયના શ્રમિકો કામે લાગ્યા હતા. ઘટના સ્થળે જેસીબી અને ટ્રેકટર થી કામગીરી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News