વસ્ત્રાલમાં ગાયો ઊભી રાખવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી, હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-19 12:36:08
  • Views : 399
  • Modified Date : 2020-08-19 12:36:08

    વસ્ત્રાલમાં આવેલા રતનપુરા ગામમાં ગાય ઊભી રાખવા બાબતે રબારીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. જેમાં બે લોકોને ઇજા થતાં સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમાધાન થયા બાદ પણ અદાવત રાખી બંને પક્ષના લોકો સામ સામે આવી ગયા હતા. રામોલ પોલીસે બંને પક્ષે સામ સામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.રતનપુરા ગામમાં ચિત્રકૂટ રો- હાઉસમાં મહેશ દેસાઈ તેના પરિવાર સાથે રહે છે જ્યારે ઈન્દીરાનગરમાં રામજીભાઇ રબારી તેમના પરિવાર સાથે રહે છે. સોમવારે રામજીભાઈની ગાયો મહેશભાઇના ઘર પાસે ઉભી હતી. વરસાદના કારણે કાદવ- કીચડ થતો હોવાથી રામજીભાઈને ઘર પાસે ગાયો ન ઊભી રાખવાનું કહેતા રામજીભાઇ તેમના દીકરા સાથે બોલાચાલી થઈ હતી. બંને એક જ સમાજના હોવાથી રાતે સમાધાન થઈ ગયું હતું.મંગળવારે સાંજે મહેશભાઈ તેમના ભાઈ શૈલેષ ઘરની બહાર ઊભા હતા ત્યારે રામજીભાઇ અને તેમના બે દીકરા હાથમાં લાકડી અને છરો લઈને આવ્યા હતા. આ બંનેને આપણી ગાયો નડે છે કહી હુમલો કરી દીધો હતો. મિલને છરા વડે શૈલેષને ઘા મારતા આંતરડા બહાર આવી ગયા હતા. પિતા- પુત્રોએ બંને ભાઈને માર માર્યો હતો. જેથી અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ રામજીભાઈએ પણ મહેશ અને શૈલેષ સહિત ત્રણ સામે મારામારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News