વેપિંગના કારણે એથલીટના ફેફસાને નુકસાન થયું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 14:14:28
  • Views : 400
  • Modified Date : 2019-11-13 14:14:28

અમેરિકાએ મિશીગનમાં ડોક્ટર્સે પહેલી વખત એક યુવા એથલીટના બન્ને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાનો દાવો કર્યો છે. હેનરી ફોર્ડ હોસ્પિટલની મેડિકલ ટીમના જણાવ્યા પ્રમાણે, 17 વર્ષના એથલીટના બન્ને ફેફસા ખરાબ થઈ ગયા હતા. તેઓ એક મહિના સુધી વેન્ટીલેટર પર હતા. તેને બચાવવા માટે સર્જરી જરૂરી હતી. આ સર્જરી 15 ઓક્ટોબરે 6 કલાક સુધી ચાલી હતી. ઈ સિગારેટ અથવા એવી કોઈ પણ વસ્તુથી નિકોટીનનું સેવન કરવાને ‘વેપિંગ’ કહેવાય છે.

એથલીટને સૌથી પહેલા 5 સપ્ટેમ્બરે સેન્ટ જોન હોસ્પિટલમાં ભરતી કરાવાયા હતા. જો કે થોડા દિવસો પહેલા જ તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તબિયત લથડતા ડોક્ટર્સે તેને 12 સપ્ટેમ્બરના રોજ વેન્ટીલેટર પર રાખ્યો હતો. પરિસ્થિતીમાં સુધારો ન આવતા તેને મિશીગન લઈ જવાયો હતો. ડોક્ટર્સે કહ્યું કે, દર્દીની સ્થિતી ગંભીરથી અતિગંભીર હતી, એટલા માટે તેના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવા પડ્યા હતા.

ફેફસાની આવી સ્થિતી 20 વર્ષમાં ક્યારેય નથી જોઈ
હોસ્પિટલના થોરેસિક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના સર્જિકલ ડાયરેક્ટર હસન નેમહે કહ્યું કે,‘હું 20 વર્ષથી ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરું છું, પરંતુ એથલીટના ફેફસામાં જે જોવા મળ્યું, આવું પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. મૃતકો સિવાય દર્દીના ફેફસામાં પણ સોજા અને ઘા હતા. ફેફસાની હાલત એટલી ખરાબ હતી કે સર્જરી કરીને તેને કાઢવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ ન હતો’

વિટામીન ઈ-એસીટેટ પણ એક કારણ હોઈ શકે છે

  • એથલીટના ફેફસા આટલી હદે ખરાબ કેમ થઈ ગયા, તેનું કારણ શોધવા માટે ડોક્ટર્સે ખાસ્સી એવી તપાસ કરી. ગત સપ્તાહે જ સીડીસીએ વિટામિન ઈ- એસીટેટના ઉપયોગને તેના માટે સંભવિત રીતે જવાબદાર ગણાવ્યું છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે, વેપિંગના કારણે જીવલેણ બિમારી દર્દીઓના ફેફસા માટે તરલ પદાર્થના નમૂનાઓમાં તેમને એક ચીકણો પદાર્થ મળ્યો, જેનો ઉપયોગ ઘણા બ્લેક-માર્કેટ ટીએચસી ઉત્પાદનોમાં એક જાડું કરનાર એજન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે..
  • સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, પહેલી આવી સર્જરીએ અમેરિકામાં વેપિંગ પ્રોડક્ટથી લોકોના સ્વાસ્થ્ય પર પડી રહેલી ખરાબ અસરની ગંભીરતા દાખવી છે. માર્ચના અંત સુધી વેપિંગ સાથે જોડાયેલી બિમારીઓના કારણે ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે, જ્યારે 2 હજારથી વધારે લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. ડોક્ટર્સના કહ્યાં પ્રમાણે, આ પ્રકારના ડિવાઈસ પર પ્રતિબંધ લગાડવો જોઈએ, જેનાથી આવી બિમારીઓને રોકી શકાય.

Download Our B K News Today App



Related News