1 જાન્યુઆરીથી તમામ વાહનો પર ફાસ્ટેગ જરૂરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 12:30:08
  • Views : 582
  • Modified Date : 2020-12-25 12:30:08

    કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 1 જાન્યુઆરી, 2021થી બધા વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત થશે. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમુક વાહનોને જે છૂટ અપાઈ રહી હતી, તે હવે ખતમ થઈ ગઈ છે. ફાસ્ટેગ સિસ્ટમ ફરજિયાત કરવાની નોટિફિકેશન પણ ગત મહિને જારી કરાઈ છે.ફાસ્ટેગ સત્તાવાર પોઈન્ટ ઓફ સેલ પર ઉપલબ્ધ છે. આ કારણથી યાત્રીઓ રોકડ ચૂકવણીમાંથી બચશે, સમયની બચત થશે અને ટોલ પ્લાઝા પર થોભવું નહીં પડતું હોવાથી ઈંધણની પણ બચત થશે.


Download Our B K News Today App



Related News