ખેડૂતોએ કહ્યું પાકનું 40% નુકસાન થયું, સરકારનો દાવો 15% વિસ્તારોને જ અસર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 12:37:22
  • Views : 342
  • Modified Date : 2020-09-15 12:37:22

      અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાનીના સરવેની કામગીરી રાજ્ય સરકારે હાથ ધરી દીધી છે તેમ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું. સરવેે પહેલાં જ નુકસાનીનો અંદાજ જાહેર કરતા કૃષિ મંત્રીએ કહ્યું કે, રાજ્યમાં 13 લાખ હેક્ટરમાં નુકસાન થયુ છે.જ્યારે કિસાન સંઘના કહ્યા પ્રમાણે 35થી40 ટકા વિસ્તારના વાવેતરમાં નુકસાન થયું હોવાનો અંદાજ છે છતાં સરકાર સરવે કરે પછી સાચું બહાર આવે. રાજ્યમાં કુલ 85,11,908 હેક્ટરમાં વાવેતર થયું છે, તે પૈકી 13 લાખ હેક્ટરમાં જ નુકસાન થયું છે તેવું કૃષિ મંત્રીનો અંદાજ સાચો માનીએ તો માત્ર 15.27 ટકા વિસ્તારના પાકને નુકસાન થયાનો સરકારને પ્રાથમિક અંદાજ છે. આ દરમિયાન ફળદુએ ટેકાના ભાવે 21 ઓક્ટોબરથી મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હતી. આ માટે 1થી 20 ઓક્ટોબર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

Download Our B K News Today App



Related News