ગુજરાતના ખેડૂતોનો બિરબલની ખીચડી બનાવી દિલ્હીમાં વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 11:01:42
  • Views : 361
  • Modified Date : 2020-12-19 11:01:42

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા 3 કૃષિ બિલનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. દેશભરના ખેડૂતો દિલ્હી ખાતે પહોંચી રહ્યાં છે,આવા સંજોગોમાં ગુજરાતના ખેડૂતો પણ દિલ્હી પહોંચ્યાં છે. દિલ્હી પહોંચેલા ખેડૂતોએ બીરબલની ખીચડી રાંધીને કાયદાઓનો વિરોધ કર્યો હતો. ખેડૂતોના કહ્યું કે, બીરબલની ખીચડી ક્યારેય પાકતી નથી. ખેડૂતોએ ખીચડી ઊંચે લટકાવી હતી અને તેની નીચે આગ એવી રીતે પ્રગટાવી કે ખીચડી જે વાસણમાં છે તે વાસણ સુધી આગની જ્વાળા પહોંચે જ નહીં, જેથી ખીચડી ક્યારેય પાકે જ નહીં. ખેડૂતોએ બીરબલની ખીચડી મારફત એવો સંદેશ આપ્યો કે, કેન્દ્ર સરકારના કૃષિલક્ષી કાયદાઓ પણ બીરબલની ખીચડી જેવાં છે, જેનું ફળ ક્યારેય મળે જ નહીં. જે કાયદાનું ફળ જ મળે એમ નથી તેવા કાયદાનો અમે વિરોધ કરીએ છીએ.

Download Our B K News Today App



Related News