વાવના સરહદી ગામોમાં ફરી તીડે આક્રમણ કરતાં ખેડૂતોમાં ઉચાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 15:08:27
  • Views : 612
  • Modified Date : 2020-07-01 15:08:27

વાવના સરહદી પંથકમાં વારંવાર તીડનું આક્રમણ થઈ રહ્યું છે જેને લઈ ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.સોમવારે આવેલ તીડનું ઝુંડ તખતપુરા થઈ કુંડાળીયા પહોંચ્યા હતા. જો સત્વરે તીડનો નાશ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં મોટું નુકસાન કરશે. વાવના સરહદી માવસરી મીઠાવીચારણમાં સોમવારે તીડ આવ્યા બાદ આ તીડનું ઝૂંડ તખતપુરા,જોરડીયાળી થઈ કુંડાળીયા પહોંચ્યું હતું.મીઠાવીચારણના પી ડી ગઢવીએ જણાવ્યું હતું કે મીઠાવીચારણને અડીને આવેલા રણમાં ચાર માસથી તીડ છે જો સત્વરે રણમાં તીડનો નાશ નહીં કરવામાં આવે તો મોટું નુકસાન કરશે. હાલ ચોમાસુ છે ને કેનાલોમાં પાણી છોડવામાં આવતા ખેડૂતો વાવેતર કરવા લાગ્યા હોઈ ટૂંક સમયમાં ખેતરોમાં પાક થશે ત્યારે આ તીડ નુકશાન કરશે તેવી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

Download Our B K News Today App



Related News