પરિવારજનો સંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી પ્રેમી-પંખીડાનો એક જ દોરી વડે ઝાડ પર ગળે ફાંસો ખાઇને આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 13:49:15
  • Views : 1717
  • Modified Date : 2020-02-26 13:49:15

 પંચમહાલ જિલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ પર ગળે ફાંસો ખાઇને પ્રેમી-પંખીડાઓએ આપઘાત કરી લીધો છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતિના હતા. યુવક વિધુર હતો અને યુવતીના છૂટાછેડા થયેલા હતા. પરિવાર અને સમાજ તેમનો આ સંબંધ નહીં સ્વીકારે તેવા ડરના કારણે અંતિમ પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ બંનેના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા અને શહેરા પોલીસ પણ પહોંચી ગઇ હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ગોધરા ખાતે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News