ટીવી સિરિયલોમાંથી પ્રાદેશિક ફિલ્મોમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 18:16:06
  • Views : 457
  • Modified Date : 2019-11-04 18:16:06

ભારતમાં આજે ટેલિવિઝન મનોરંજનનું સૌથી લોકપ્રિય માધ્યમ છે.ટીવીના નાના પડદા પરથી મનોરંજનનો પ્રવાહ વહેતો રહે છે.એક તબક્કે ટીવી સિરિયલોની લોકપ્રિયતા બોલીવુડની ફિલ્મોની લોકપ્રિયતા કરતાં પણ વધુ હતી. ટીવીનાં ઘણાં કલાકારોને સમય જતાં બોલીવુડમાં તક પણ મળી હતી. તો વળી, હિન્દી ફિલ્મ જગતનાં પણ ઘણાં કલાકારોએ ટીવીના નાના પડદા પર અભિનય કરીને વધુ લોકપ્રિયતા મેળવી હોવાનાં ઉદાહરણ પણ મળે છે.

બીજીબાજુ છેલ્લાં થોડાં વરસોથી ટીવીનાં ઘણાંહિન્દી કલાકારોએ પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કર્યુંછે. એટલ ેક ેહિન્દી ટીવી સિરિયલોનાં કલાકારો આજેગુજરાતી,હરિયાણવી,પંજાબી,બંગાળી,કન્ન્ડ,તેલુગુ અને મરાઠી ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. વળી, આવી પ્રાદેશિક ફિલ્મોન ેદર્શકોનો બહોળો આવકાર પણ મળી રહ્યો છે.

અનિરુદ્ધ દવે,શ્રદ્ધા આર્ય,શ્રેનુ પરીખ,જય સોની, વત્સલ શેઠ, અદિતી શર્મા, શરન કૌર અને ભવ્ય ગાંધી વગેરે ટીવીની હિન્દી સિરિયલાનાં કલાકારો આજે પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. જોકે કવિતા કૌશીક,અવીકા ગોર, ત્રિધા ચૌધરી, સરગુન મેહતા. નિકિતીન ધીર, પૂજા બેનરજી અને સાના મકબુલ ખાન વગેરે કલાકારોએ તો પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં ઘણા સમયથી કામ કરી રહ્યાં છે.

પ્રાદેશિક ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકો પાતાની ફિલ્મોમાં હિન્દી ટીવી સિરિયલોનાં અનુભવી, પ્રતિભાશાળી અને લોકપ્રિય કલાકારોન ેઉમળકાભેર આમંત્રણ આપે છે. વળી, પેલાં કલાકારો પ્રાદેશિક ફિલ્મના ચોક્કસ બજેટમાં કામ કરવા પણ તૈયાર થાય છે.  મહત્વનો મુદ્દો એ પર છે કે આવી પ્રાદેશિક ફિલ્મોનાં દર્શકોનો પણ બહોળો વર્ગ હોય છે. આજે પ્રાદેશિક ફિલ્મોના નવી પેઢીના નિર્માતા-દિગ્દર્શકો નવા, વિશિષ્ટ અને પડકારરૂપ વિષયો સાથે મજેદાર ફિલ્મો બનાવે છે. તેમની ફિલ્મો આધુનિક ટેકનોલોજી અને મજેદાર સુવિધાવાળાં મલ્ટીપ્લેક્સમાં રજૂ થાય છે. તેમની ફિલ્મોનેનવી પેઢીનાં સુશિક્ષિત દર્શકો આવકારે પણ છે.

આ બધાં મજબૂત પાસાં ધ્યાનમાં રાખીને ટીવીની હિન્દી સિરિયલોનાં કલાકારો ગુજરાતી, મરાઠી, પંજાબી,બંગાળી અને હરિયાણવી ફિલ્મોમાં કામ કરી રહ્યાં છે. પંજાબી ફિલ્મ મિન્દોતાસીલદારનીના દિગ્દર્શક અવતાર સિંહ કહે છે, આજથી થોડાં વરસ પહેલાં ટીવી કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરવાની તીવ્ર ઇચ્છા રાખતાં. આજે જોકે આ સમીકરણો બદલાઇ ગયાં છે.આજે પ્રાદેશિક ફિલ્મોની કાર્યપદ્ધતિ અને તેની અર્થ વ્યવસ્થાને કારણે ઘણાં ટીવી કલાકારા ેઅમારી સાથે જોડાય છે.અમે ઓછા બજેટમાં પણ ઘણું કામ કરીએ છીએ.

એક ખાસ મુદ્દો.ટીવી કલાકારોને તેમની અભિનય પ્રતિભા દર્શાવવાની તક ભાગ્યે જ મળે છે. તેમને પ્રયોગશીલ કે પડકારરૂપ ભૂમિકાઓ તક પણ ન મળે. બીજીબાજુ પ્રાદેશિક ફિલ્મોના વિષયોમાં નવાં તત્વો,નવા વિચારો અને પ્રયોગશીલ વિષયો હોય છે. એટલે પ્રાદેશિક ફિલ્મોનાં કલાકારોને તેમની અભિનય પ્રતિભા પુરવાર કરવાની ભરપૂર તક મળે છે.આશ્ચર્યની બાબત તો એ પણ છે કે ઘણાં કલાકારો તો   એક કરતાં વધુ પ્રાદેશિક ફિલ્મોમાંપણવિવિધ ભૂમિકા ભજવી રહ્યાં છે. ઉદાહરણરૂપે અદિતી શર્માએ થોડા સમય અગાઉ તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે અદિતી પંજાબી ફિલ્મોમાં વ્યસ્ત અને લોકપ્રિય બની ગઇ છે.

અનિરુદ્ધ દવેએ તેની કારકિર્દીની શરૂઆત હરિયાણવી ફિલ્મ છોરિયાં છોરોં સે કમ નહીં હોતી-થી કરી છે. આજે અનિરુદ્ધ દવે પંજાબી ફિલ્મમાં પણ કામ કરે છે. અનિરુદ્ધ દવે કહે છે કોઇપણ અભિનેતા કે અભિનેત્રી માટે ભાષા ક્યારેય બંધનકારક નથી હોતી. મહત્વનો મુદ્દો તેમની અભિનય પ્રતિભાનો. મારા અનુભવ મુજબ પ્રાદેશિક ફિલ્મોની કથા-પટકથામાં ભરપૂર નવાં અને પ્રયોગશીલ તત્વો હોવાથી કોઇપણ કલાકારને તેની અભિનય પ્રતિભા દર્શાવવાની પૂરતી તક મળે છે.

હિન્દી ટીવી સિરિયલ થાનેદારની અભિનેત્રી કવિતા કૌશીક કહે છે, હિન્દી ટીવી સિરિયલનાંલોકપ્રિય કલાકારોને બોલીવુડમાં તક મળે ત્યારે તેમને કોઇ મોટી કે મહત્વની ભૂમિકા નથી મળતી. અરે, અમુક નિર્માતા-દિગ્દર્શકો તો બોલીવુડનાંસ્ટાર્સનાં સંતાનોને તક આપવાનું વધુ પસંદ કરે છે. બીજીબાજુ પ્રાદેશિક ફિલ્મોમાં અમને મોટાં અને મહત્વનાં પાત્રો ભજવવાની ઉજળી તક મળે છે.

સુપર હીટ ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાય-નો ભવ્ય ગાંધી એટલે મજેદાર હિન્દી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માનો ટપુડો. તારક મહેતા કા ઉલટા ચશ્મા સુપરહીટ હિન્દી સિરિયલ છે. બે યાર, થઇ જશે, ચાલ જીવી લઇએ, બહુ ના વિચાર વગેરે ગુજરાતી ફિલ્મોને ગુજરાત ઉપરાંત ગુજરાતી ભાષીઓની  વસતિ ધરાવતાં રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બંગાળમાં બહોળો આવકાર મળ્યો છે.

આશ્ચર્યની બાબત તો એ છે કે આજે હિન્દી ટીવી સિરિયલના અદિતીશર્મા, અવિકાગોર, નિકિતી નધીર અને અનિતા હસનંદાની વગેરેતેલુગુ અનેતમિળ ફિલ્મોમાંકામ કરી રહ્યાં છે. એકકદમ  આગળ વધીને કહીએ તો ફક્ત હિન્દી ટીવી સિરિયલનાં કલાકારો જનહીં, બોલીવુડનાં સોનુસુદ, જિમિ શેરગીલ વગેરે પણ દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ પણ કરે છે.સોનુ સુદે તો દક્ષિણ ભારતની અમુક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. મહત્વનો મુદ્દો એ છે કે પ્રાદેશિક ફિલ્મોની લોકપ્રિયતા નાનાં નાનાં નગરો સુધી હોય છે.

Download Our B K News Today App



Related News