ફેસબુક 10000 લોકોની નોકરી છીનવી લેશે!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-20 11:21:11
  • Views : 245
  • Modified Date : 2023-04-20 11:21:11


ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર તેના કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે. હાલમાં લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરવાના અહેવાલ છે. માર્ચ 2023માં, મેટા સીઇઓ માર્ક ઝુકબર્ગે 10,000 લોકોની છટણીની જાહેરાત કરી. હવે કંપની એ જ પગલે આગળ વધી રહી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને રિયાલિટી લેબમાં કામ કરતા કર્મચારીઓને છટણીનો સામનો કરવો પડશે. મેટાએ પહેલાથી જ 11,000 લોકોની નોકરી સમાપ્ત કરી દીધી છે.


ઝકરબર્ગ ઈચ્છે છે કે કંપનીના પ્રદર્શનમાં સુધારો કરવા માટે ટીમના કદમાં ફેરફાર કરવો જરૂરી છે. આને ધ્યાનમાં રાખીને, મેટા હજારો લોકોની રોજગાર છીનવવા તરફ આગળ વધી રહી છે.માર્ચમાં ઝકરબર્ગે ખર્ચ ઘટાડવા માટે લગભગ 10,000 કર્મચારીઓની છટણી કરવા જઇ રહ્યુ છે. આવી સ્થિતિમાં, એક અંદાજ છે કે આ છટણીમાં આ 10,000 લોકો તેમની નોકરી ગુમાવશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મેટાની માલિકીનું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર બુધવારે કંપનીએ મેનેજરોને જોબ કટ મેમો તૈયાર કરવા કહ્યું છે. આ ત્રણ સોશિયલ મીડિયા કંપનીઓ ઉપરાંત, રિયાલિટી લેબનો પણ સમાવેશ કરી શકાય છે જે વર્ચ્યુઅલ રિયાલિટી પર આધારિત એક વિભાગ છે.


Download Our B K News Today App



Related News