GSTમાં નોટિસ ઈસ્યૂ કરવાની મુદત વધારી પરંતુ રિટર્નની નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-03 14:57:18
  • Views : 277
  • Modified Date : 2020-09-03 14:57:18

     જીએસટી ડિપાર્ટમેન્ટે અધિકારીઓની નોટિસ ઈશ્યૂ કરવાની મુદતમાં વધારો કર્યો પરંતુ કરદાતાના રિટર્ન અને ટેક્સ ભરવાની મુદતમાં વધારો ન કરાતા કરદાતાને એક સાથે ટેક્સ ભરવાની જવાબદારી આવી પડી છે. જેને લઇને ટેક્સ અને રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવી જરૂરી છે.જીએસટી કરદાતાઓના રિટર્ન ભરવાની અને ટેકસ ભરવાની મુદતમાં ત્રણથી પાંચ મહિના વધારાયા હતા. પરંતુ આ સપ્ટેમ્બરમાં મુદત પૂરી થતાં કરદાતાઓને એક સાથે છ મહિનાનો ટક્સ અને રિટર્ન ભરવાની જવાબદારી આવી પડી છે. પરંતુ તેની સામે જીએસટી અધિકારીઓ દ્વારા નોટીસ ઇસ્યુ કરવાની મુદતમાં છ મહિના વધારી હતી. પરંતુ અધિકારીઓ દ્વારા રજૂઆત કરાતા તે મુદતમાં બે મહિના માટે 30 નવેમ્બર સુધી લંબાવામાં આવી છે. જ્યારે તેની સામે કરદાતાઓની ટેકસ ભરાવાની મુદતમાં વધારો ન કરાતા. કરદાતાઓને એક સાથે ટેકસ ભરવાની જવાબદારી આવી પડી છે.કરદાતાઓને માંગ છે કે, જો અધિકારીઓની મુદતમાં વધારો કરાયો હોય તો કરદાતાઓની મુદતમાં પણ વધારો કરવો જોઇએ. આમ જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના અધિકારીઓને પૂરતો સમય મળી રહે અને કરદાતાઓ પાસેથી વધારેમાં વધારે ટેકસ કલેકશન કરી શકે તે માટે વધારે સમય આપવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News