હાલમાં ભલે મારી વાત ન માનો, 2-3 વર્ષ પછી જોજો ભયંકર પરિણામ આવશે, રાહુલ ગાંધીએ આપ્યું શ્રીલંકાનું ઉદાહરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-08 20:07:36
  • Views : 276
  • Modified Date : 2022-04-08 20:07:36

 

રાહુલ ગાંધીએ કર્યા સરકાર પર પ્રહાર

ચીનને લઈને કહી દીધી આ વાત

કોંગ્રેસ નેતાએ કરી આ મોટી ભવિષ્યવાણી

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કહેવુ છે કે, જે રીતે રશિયાએ યુક્રેન પર અટેક કર્યો છે અને તેના અમુક વિસ્તાર પર દાવો કર્યો છે, તેવું ભારત વિરૂદ્ધ ચીન પણ કરી શકે છે. જેડીયૂના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવ સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીએ આ વાત કહી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, રશિયાનું કહેવુ છે કે, તે યુક્રેનની સંપ્રભુતાને સ્વિકાર નહીં કરે. તે યુક્રેનના ડોનેત્સક અને લુહાન્સ્ક જેવા વિસ્તારોનો ભાગ જ નથી માનતા. આ જ આધાર પર રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો. આખરે તેમનો ઉદ્દેશ્ય શું છે. તે યુક્રેન, નાટો અને અમેરિકાના ગઠબંધનને તોડવા માગે છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, એકદમ આ જ સિદ્ધાંત ચીન ભારત પર લાગૂ કરવા માગે છે. તે કહે છે કે, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ ભારતના ભાગમાં નથી. અને તેણે આ વિસ્તારોમાં પોતાની સેના તૈનાત કરી દીધી છે. સરકાર તેમની આ હરકતને નજરઅંદાજ કરી રહી છે. પણ આપણી પાસે રશિયા અને યુક્રેનની માફક એક મોડલ છે. જે અહીંયા પણ લાગૂ થઈ શકે છે. તેમણે કહ્યું કે, સરકાર સત્યનો સ્વિકાર કરતી નથી. હું તેમને કહેવા માગુ છું કે ,તેઓ સત્યને સ્વિકારે, તે મુજબની તૈયારીઓ શરૂ કરે. તેમણે કહ્યું કે, જો આપણે તૈયારીઓ નહીં કરીએ તો, પછી સ્થિતિ બગડવા પર લડાઈ માટે આપણે સક્ષમ નહીં હોઈએ.

 

રાહુલ ગાંધીની ભવિષ્યવાણી

એટલુ જ નહીં આ અવસરે રાહુલ ગાંધીએ ભારતની સ્થિતિની સરખામણી શ્રીલંકા સાથે કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 2થી 3 વર્ષમાં મીડિયા, સંસ્થાઓ, ભાજપ નેતાઓ અને આરએસએસે સત્યને છુપાવ્યું છે. ધીમે ધીમે સત્ય સામે આવશે. આજે જે શ્રીલંકામાં થઈ રહ્યું છે, ત્યાં સત્ય સામે આવી ગયું છે. ભારતમાં પણ સત્ય સામે આવશે. તેમણે કહ્યું કે, આખરે અંતર શું છે ? ભારતને અલગ અલગ જૂથમાં વહેંચી દેવામા આવ્યા છે. આ તમામને એક બીજાની સામે ઉભા કરી દેવામા આવ્યા છે. જ્યારે આવું થાય છે, ત્યારે હિંસા થાય છે. ભલે આજે મારા પર વિશ્વાસ ન કરો, પણ 2થી 3 વર્ષ રાહ જોયા બાદ આ દેખાશે.

 

અત્યારે ભલે મારી વાત ન માનો, બે ત્રણ વર્ષ રોકાઈ જાઓ, ભયંકર પરિણામ સામે હશે

ભારતની હાલની આર્થિક સ્થિતિના સંદર્ભમાં આવનારો સમય કેવો હશે, તેનો આપ અંદાજ પણ નહીં લગાવી શકો. જે આવનારો સમયમાં જોવા મળશે. તેવું આપે આપની જીંદગીમાં જોયુ પણ નહીં હોય. આ દેશને રોજગાર આપતા કરોડરજ્જૂ ટૂટી ગઈ છે. તેમણે આ જે કરોડરજ્જૂ તોડી છે, તેનું પરિણામ આગામી 2-4 વર્ષની અંદર જોવા મળી છે, અને તેનું પરિણામ ભયંકર હશે.

 

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ભારતના ભાગવા પાડવામાં આવ્યા છે. ભારત પહેલા એક દેશ હતો. હવે તેને અલગ અલગ દેશ બનાવી દેવામાં આવ્યા છે. સૌને એકબીજા સામે લડાવામાં આવી રહ્યા છે. જ્યારે આ દર્દ આવશે તો હિંસા પણ આવશે. હાલમાં ભલે મારી વાત ન માનો, 2-3 વર્ષ રોકાઈ જાઓ, પછી જોઈ લેજો.

Download Our B K News Today App



Related News