પત્ની ભણેલીગણેલી હોય તો પણ ભરણપોષણ તો આપવું જ પડશે: પંજાબ હરિયાણા હાઇકોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-05 10:53:07
  • Views : 295
  • Modified Date : 2022-05-05 10:53:07

 

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

પત્ની શિક્ષિત હોવાથી ભરણપોષણની અરજી નકારી શકાય નહીં  

પત્નીએ હિન્દીમાં કર્યું છે 

ભરણપોષણની ચૂકવણી મુદ્દે ચુકાદો 

 

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે, એલિમનીની ચૂકવણીના આદેશને પડકારતી અરજીને ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું હતું કે પત્ની શિક્ષિત હોવાની દલીલ કરીને ભરણપોષણને નકારી શકાય નહીં.

અરજી દાખલ કરતી વખતે અંબાલાના રહેવાસી પતિએ હાઈકોર્ટમાં જણાવ્યું કે તેના લગ્ન 2016માં થયા હતા. થોડા સમય પછી, અરજદારની પત્નીએ તેને કોઈ કારણ વગર છોડીને જતી રહી હતી. આ પછી તેણે અંબાલાની ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી.

પત્નીની તરફેણમાં ચુકાદો

અંબાલાની ફેમિલી કોર્ટે પત્નીની તરફેણમાં ચુકાદો આપતાં તેણીને દર મહિને 3600 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. અરજદારે કહ્યું કે તે દવાની દુકાનમાં સહાયક તરીકે કામ કરે છે અને તેને દર મહિને રૂ. 4000 મળે છે.

પત્નીએ હિન્દીમાં MA કર્યું છે

અરજદારે રજૂઆત કરી હતી કે તેની પત્નીએ હિન્દીમાં MA કર્યું છે અને તેના પિતા વકીલના ક્લાર્ક તરીકે કામ કરે છે. અરજદારે કહ્યું કે ભરણપોષણ માટેનો આદેશ યોગ્ય નથી અને તેને રદ્દ કરવો જોઈએ.

 

અરજીને ફગાવી દેતાં હાઈકોર્ટે કહ્યું હતું કે અરજદારની પત્ની અને બાળકોની સંભાળ રાખવાની કાયદાકીય અને નૈતિક જવાબદારી છે. અરજદારની પત્ની શિક્ષિત હોવાની દલીલ કરીને, ભરણપોષણ નકારી શકાય નહીં.

Download Our B K News Today App



Related News