સિનેમા ખોલવા સરકારે તો છૂટ આપી પણ રાજકોટમાં 1થી 2 સિનેમા ખુલશે, જૂની ફિલ્મો લાગશે, ગેલેક્સી, કોસ્મો નહીં ખુલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 14:43:23
  • Views : 361
  • Modified Date : 2020-10-13 14:43:23

       ગાઈડલાઈન અનુસાર સિનેમાં હોલ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. બે લોકોની વચ્ચેની સીટ ખાલી રહેશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. સિેનેમા ખોલવા માટે સરકારે તો છૂટ આપી છે. પણ સિનેમા માલિકો તૈયાર થતા નથી. ત્યારે DivyaBhaskar સાથેની વાતચીતમાં ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના ઉપપ્રમુખ અજય બગડાઈએ નિવેદન આપતા કહ્યું કે મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ તે અંગે અસમંજસ છે. હાલ જૂના મૂવી બતાવવા પડે તેવી સ્થિતિ હોવાથી પ્રેક્ષકો આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ગેલેક્સી ટોકિઝના માલિક રશ્મિભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે થિયેટર ખોલવામાં આવશે નહીં.આ સિવાય કોસ્મો પણ ખુલશે નહીંદેશભરમાં કોરોના મહામારીના કારણે છેલ્લા 6 મહિનાથી વધુ સમય બંધ મલ્ટિપ્લેક્સ 15 ઓક્ટોબરથી ખૂલવા જઈ રહ્યાં છે..ગેલેક્સી ટોકિઝના માલિક રશ્મિભાઈ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીના કારણે ગેલેક્સી ટોકિઝ ખોલવામાં આવશે નહીં. થિયેટરના માલિકો વ્યક્તિગત નિર્ણય લઈને થિયેટર ખોલાવા કે નહીં તે નિર્ણય કરશે. મૂવી તો કોઈ પાસે નથી. એટલે જૂનું મૂવી જ બતાવવામાં આવશે. રાજકોટમાં કેસ વધતા હોવાથી થિયેટર ખોલવામાં આવશે નહીં. સાથે રાજકોટનું રાજશ્રી સિનેમા પણ ખૂલશે નહીં.

Download Our B K News Today App



Related News