બનાસકાંઠા / એરપોર્ટ કરતાં પણ સારી સુવિધા બસપોર્ટ પર મળશે: બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 12:32:27
  • Views : 538
  • Modified Date : 2022-06-04 12:32:27

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બનાસકાંઠામાં લોકાર્પણ કાર્યક્રમમાં નિવેદન

એરપોર્ટ કરતા પણ સારી સુવિધાઓ બસ પોર્ટ પર મળશે - CM ભૂપેન્દ્ર પટેલ

રોડ રસ્તા છેવાડાના ગામો સુધી પહોંચાડ્યા-CM ભૂપેન્દ્ર પટેલ

 

બનાસકાંઠા લોકોર્પણ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલનું નિવેદન 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર ગુજરાતના પ્રવાસ પર છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં રૂપિયા 37.28 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બસ પોર્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જે લોકાર્પણ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, બસ પોર્ટ પર એરપોર્ટ થી પણ વિશેષ સુવિધાઓ મળી રહેશે.CM ભુપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારે ST બસની ખરાબ સ્થિતિ સુધારી બેસ્ટ ક્વોલિટીની બસો પ્રજાને આપી છે.

 

શિક્ષણ સ્વસ્થ અને સુરક્ષા પર સરકારે ભાર મુક્યો

સાથે તેઓએ શિક્ષણ સ્વસ્થ અને સુરક્ષા પર સરકારે ભાર મુક્યો છે. તેણમે જણાવ્યું કે, બનાસકાંઠામાં સાક્ષરતામાં સુધારો આવ્યો છે. સરકારે મેડિકલ અને એન્જીનીયરીંગ કોલેજોની સુવિધા વધારી છે. તેમજ રોડ રસ્તા છેવાડાના ગામો સુધી પહોચાડ્યા છે. સાથે તેણમે ઉમેર્યુ છે કે, હાલ 702 સબસ્ટેશનોમાંથી 1550 સબસ્ટેશન થયા છે. જેને લઈને 63 હજાર કરોડથી વધુ વીજ સબસીડી આપી અપપાઈ છે

 

મુખ્યમંત્રીશ્રીએ અવસરે ₹118 કરોડના ખર્ચે નિર્માણ થનારા સીસરાણા 220 કે.વી. સબસ્ટેશનનું -ભૂમિપૂજન પણ કર્યું હતું. સબસ્ટેશન બનાસકાંઠા જિલ્લાના 24,000 ખેડૂતો સહિત કુલ 1.20 લાખ ગ્રાહકોને સતત વીજ પૂરવઠો પુરો પાડવામાં ઉપયોગી બનશે.

Download Our B K News Today App



Related News