ઇક્ટીવી મ્યુચ્યુઅલ ફંડમાં ઘટી ગયેલું ૪૧ ટકા રોકાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-20 14:53:49
  • Views : 446
  • Modified Date : 2020-01-20 14:53:49

રોકાણકારોએ ૨૦૧૯માં ઇÂક્વટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોમાં ૭૫૦૦૦ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું હતું. અગાઉના વર્ષમાં જે રોકાણ કરવામાં આવ્યું તેના કરતા ૪૧ ટકાનો ઘટાડો આમા નોંધાયો છે. આર્થિક સુસ્તી અને બજારમાં ઉથલપાથલની સીધી અસર જાવા મળી રહી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે, ઇÂક્વટી સ્કીમો આ વર્ષે મૂડીરોકાણકારોના હિતોને આકર્ષિત કરશે. બજાર શાનદાર દેખાવ કરે તેવી શક્યતા છે. એસોસિએશન મ્યુચ્યુઅલ ફંડના ડેટા દર્શાવે છે કે, ઇÂક્વટી અને ઇÂક્વટીલક્ષી બચતની સ્કીમોમાં લોકો વધારે આકર્ષિત થયા છે. ૨૦૧૯માં ૭૪૮૭૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. અલબત્ત આ આંકડો ૨૦૧૮માં રહેલા ૧.૨ લાખ કરોડના આંકડા કરતા ઓછો છે. ઇÂક્વટી સ્કીમોમાં ૨૦૧૯માં મંદીની Âસ્થતિ રહી હતી. 


Download Our B K News Today App



Related News