અયોધ્યામાં બનનારી મસ્જિદ માટે પહેલુ ડોનેશન એક હિન્દુએ આપ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 14:28:18
  • Views : 381
  • Modified Date : 2020-10-04 14:28:18

અયોધ્યામાં બનનારી મસ્જિદને પહેલુ દાન એક હિન્દુ દ્વારા આપવામાં આવ્યુ છે.મસ્જિદ માટેના ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ટ્રસ્ટને પહેલો ચેક મળ્યો છે.ના ટ્રસ્ટ સચિવ અતહર હુસૈનના કહેવા પ્રમાણે શનિવારે લખનૌ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં કામ કરતા રોહિત શ્રીવાસ્તવે ટ્રસ્ટને 21000ના ડોનેશનનો ચેક આપ્યો હોત.મસ્જિદ નિર્માણ માટે આ પહેલુ ડોનેશન છે.આ પહેલા અતહર હુસૈને અપીલ કરી હતી કે, મસ્જિદ માટે દાન આપનારા માત્ર મહેનત અને પ્રમાણિકતાથી મેળવેલા પૈસા જ દાન કરે.ખાસ કરીને વીજળી ચોરી, ટેક્સ ચોરી, સંઘરાખોરી, લાંચ મેળવીને ભેગા કરેલા પૈસાનીટ્રસ્ટ ને જરુર નથી.ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં મંદિર નિર્માણ માટે જમીન આપવાનો ચુકાદો આપવાની સાથે સાથે સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે પાંચ એકર જમીન પરણ ફાળવી હતી.આ મસ્જિદનુ પણ નિર્માણ કાર્ય શરુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.આ મસ્જિદની ડિઝાઈન મોર્ડન આર્કિટેક્ટ પર આધારિત હશે.જેની ડિઝાઈન જામિલા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના આર્કિટેક્ટર વિભાગના હેડ પ્રો.અખ્તર તૈયાર કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News