ડીસાના રિસાલા બજારમાં એક પેઢીમાંથી અંકુર,ડબલ સેર ખાદ્યતેલના નમુના લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-10 12:05:50
  • Views : 488
  • Modified Date : 2020-07-10 12:05:50

 બનાસકાંઠા જીલ્લાનું વેપારી મથક ડીસા નકલી ચીજવસ્તુઓના વેપારમાં પ્રખ્યાત બનતું જાય છે. ત્યારે ગુરૂવારે ડીસામાં એક પેઢી ઉપર ફૂડ વિભાગે આકસ્મિક દરોડો પાડી તેલના નમૂના ચકાસણી અર્થે લીધા હતા. ફૂડ વિભાગે ગુરૂવારે ડીસાના રિસાલા બજારમાં આવેલ દશરથલાલ પોપટભાઈ મોદીની પેઢી ઉપર આકસ્મિક દરોડો પાડ્યો હતો. જેમાં અંકુર તથા ડબલ સેર નામના ખાદ્ય તેલના નમુના લઈ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે તેમ ફૂડ વિભાગની ટીમે જણાવ્યું હતું.દરોડાના પગલે ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

Download Our B K News Today App



Related News