મડાણા(ગઢ) ગામે એક કોમના લોકો વચ્ચે હથિયારો સાથે ઘર્ષણ,8 ઘવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 12:41:24
  • Views : 812
  • Modified Date : 2020-07-03 12:41:24

પાલનપુર તાલુકાનાં મડાણા(ગઢ) ખાતે બુધવારે રાત્રે એક જ કોમના બે પક્ષોનાં ટોળાએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતાં સામસામે બંને પક્ષે બે મહિલા સહિત આઠ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી. બંને પક્ષે ગઢ પોલીસ મથકે સામસામે 21 શખ્સો વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે રાયોટિંગ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મડાણા(ગઢ)ખાતે રહેતાં નવરખાન દરિયાખાન સિંધી બુધવારે રાત્રે પોતાનાં ઘરે જમવા બેઠા હતાં. તે દરમિયાન ગામની મસ્જિદ આગળ તેમના છોકરાઓ જોડે હોબાળો થતો હતો. જ્યાં જઈને અનવરખાને સામેવાળાને કહ્યું કે હથિયારો લઈને  કેમ અમારા છોકરાઓ સાથે બોલાચાલી કરો છો તેમ કહેતાં સામેવાળા પક્ષે તલવાર, ધારીયું, લાકડી, ધોકા તેમજ પથ્થરો વડે હુમલો કરતાં બે મહિલા સહિત 5 વ્યક્તિઓને ઇજાઓ કરી હતી. આ અંગે અનવરખાન દરિયાખાન સિંધીએ ગઢ પોલીસ મથકે અગિયાર શખ્સો વિરૂદ્ધ રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે યુસુફભાઈ મીરમહમદ કાછેલાએ ફરિયાદ નોંધાવી હતી કે  અમારા કુટુંબીભાઈ સાથે બોલચાલી કેમ કરો છો તેમ કહેતા સામેવાળા પક્ષે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. જે અંગે તેઓએ ગઢ પોલીસ મથકે 10 વ્યક્તિઓ વિરૂદ્ધ ગઢ પોલીસ મથકે રાયોટિંગનો ગુન્હો નોંધાવ્યો છે. ગઢ પોલીસે સામસામે ક્રોસ ફરિયાદ લઈ વધુ તપાસ ગઢ પી.એસ.આઈ એસ.એ.ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

સામસામે ઇજાગ્રસ્તો નામ
અનવરખાન દરિયાખાન સિંધી, ઇરફણખાન હરિમખાન સિંધી, સુમરાબેન મીરમહમદ સિંધી, જુબેદાબેન અલ્લાઉદીન સિંધી, સલિમખાન દરિયાખાન સિંધી, યુસુફભાઈ મીરમહમદ કાછેલા, મકસુદભાઈ ગુલામનબી કાછેલા, રિજવાનભાઈ યુસુફભાઈ સિંધી (તમામ રહે.મડાણા, તા.પાલનપુર)

Download Our B K News Today App



Related News