યાત્રાધામ ઢીમાનો ચમન પહેલાં પક્ષીઓને પાણી ભરે છે અને પછી જ થાય છે નિત્યક્રમના કામો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:12:34
  • Views : 480
  • Modified Date : 2019-06-01 12:12:34

સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં રહેતા વજીર ચમનભાઈ પ્રભુભાઈ વર્ષોથી કડીયા કામનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે પોતે વર્ષોથી યાત્રાધામ ઢીમા ગૌશાળા અને જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં આવેલ વૃક્ષો પર પંખીઓને પાણી પીવા માટે પરબડીઓ બાંધી છે. આ સેવાકીય કાર્યની સુગંધ ચારે તરફ ફેલાઈ છે. પોતે ભલે કડીયા કામનો વ્યવસાય કરતાં હોય બધાં કામ પછી પહેલાં જ પંખીઓ માટે પાણી ભરીને પછી પોતાના કામની શરૂઆત કરવાની. તો વળી સ્નાન કરવાનું, બ્રશ, ચા નાસ્તાની શરૂઆત પણ પંખીઓનું પાણી ભર્યા પછી જ થાય છે.યાત્રાધામ ઢીમા પંથકમાં લોકો ભલે મજુરી કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય પરંતુ એમની માનવતા તો મુઠ્ઠી ઊંચેરા માનવી જેવી છે. ઘરમાં મોટી બહેનો સહિત ચાર ભાઈ છે. નાનો ભાઈ કેન્ટીન અને બીજા બન્ને ભાઈ કડીયાકામનો વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલાં છે. ત્યારે બીજા નંબરનો ભાઈ ચમન વહેલી સવારે પોતાનું બાઈક લઈને પંખીઓને પાણી પીવડાવે છે. અત્રે નોંધનીય છે કે વાવ તાલુકામાં હજુય માનવતા મરી નથી પરવારી દાતારી, સેવાકીય પ્રવૃત્તિઓ, અને મુંગા પશુઓને ભયંકર દુષ્કાળમાં પણ લોકો પોતાની યથાશક્તિ મુજબ દાન કરી રહ્યા છે. ત્યારે આવા લોકોથી મુંગા પશુઓ સહિત પશુ, પંખીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે.યાત્રાધામ ઢીમામાં કોળાવા ત્રણ રસ્તા પર આવેલ શ્રી ઢેમેચાવાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ૧૫૦ જેટલા પંખીઘર ડેરીએ બાંધવામાં આવ્યા છે.ઢીમા માવસરી રોડ પર આવેલ જય મોગલ ટી સેન્ટર હોટલ પર પણ સેવાભાવી હોટલ માલિકે પંખીઓને રહેવા માટેના ઘર બનાવડાવ્યા છે અને વહેલી સવારે પંખીઓને ચણ પણ નાખે છે.


Download Our B K News Today App



Related News