કોવેક્સિન કોરોનાના અનેક વેરિએન્ટ પર અસરદાર:ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટને પણ ખતમ કરી નાખે છે કોવેક્સિન, યુકે, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકી વેરિએન્ટ પર પણ અસરદાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 14:44:30
  • Views : 577
  • Modified Date : 2021-04-21 14:44:30

  •        સ્વદેશી કોવેક્સિનના ટ્રાયલના પરિણામ ઘણાં જ સારા આવ્યા છે. ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ્સના અંતિમ પરિણામ મુજબ આ વેક્સિન 81% સુધી અસરદાર સાબિત થઈ છેBBV152ની સાથે 28 દિવસની ઓપન વાયલ પોલિસી પણ છે, જે વેક્સિનના વેસ્ટેજને 10-30% સુધી ઓછું કરે છે.ભારત બાયોટેક નેઝલ વેક્સિન પણ બનાવી રહી છે, જેના જાન્યુઆરીથી ટ્રાયલ શરૂ કરાયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે સારા સમાચાર આપ્યા છે. ICMRએ કહ્યું કે કોવેક્સિન ડબલ મ્યૂટન્ટ કોરોના વેરિએન્ટને પણ ખતમ કરી નાખે છે. પોતાના અભ્યાસના આધારે ઈન્સ્ટીટ્યૂટે કહ્યું કે બ્રાઝીલ વેરિએન્ટ, યુકે વેરિએન્ટ અને સાઉથ આફ્રિકન વેરિએન્ટ પર પણ આ વેક્સિન અસરદાર છે અને તેને પણ તે સમાપ્ત કરી નાખે છે.કોવેક્સિન અંગે ICMRએ રાહત પહોંચાડનારા સમાચાર તો આપ્યાં છે પરંતુ હવે કોરોનાના નવા વેરિએન્ટ મુશ્કેલી વધારી રહ્યાં છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ દેશમાં હવે કોરોનાના ટ્રિપલ મ્યૂટન્ટ વેરિએન્ટ ફેલાય રહ્યો છે. કોરોનાના ત્રણ અલગ-અલગ સ્ટ્રેનથી આ નવો વેરિએન્ટ બન્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં લોકો આ વેરિએન્ટનો જ શિકાર બની રહ્યાં છે.સ્વદેશી કોવેક્સિનના ટ્રાયલના પરિણામ ઘણાં જ સારા આવ્યા છે. ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ્સના અંતિમ પરિણામ મુજબ આ વેક્સિન 81% સુધી અસરદાર સાબિત થઈ છે. સરકારે જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં વેક્સિનને ઈમરજન્સી અપ્રવુલ આપ્યું હતું. સરકારનો આ નિર્ણય વિશેષજ્ઞોના નિશાને હતો કેમકે તેઓએ ફેઝ-3ના પરિણામો જોયા વગર જ તેને ઈમરજન્સી અપ્રવુલ આપી હતી, જેનો તેઓએ વિરોધ કર્યો હતો.હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને આ વેક્સિન ડેવલપ કરી છે. 
  •          ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ હાલમાં કોવેક્સિનના જ ડોઝ લીધા છે. ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવનું કહેવું છે કે 8 મહિનાથી પણ ઓછા સમયમાં પ્રભાવી કોરોના વેક્સિન- કોવેક્સિન વિકસિત કરવામાં આવી છે અને આ આત્મનિર્ભર ભારતની યોગ્ય તસવીર રજૂ કરે છે.ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ, કૃષ્ણા એલ્લાનું કહેવું છે કે ક્લીનિકલ ટ્રાયલ્સના ત્રણેય ફેઝમાં 27 હજાર વોલેન્ટિયર્સ પર વેક્સિનનો પ્રયોગ કરાયો છે. ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામથી તે સાબિત થઈ ગયું છે કે કોવેક્સિન કોરોના વાયરસ વિરૂદ્ધ અસરકારક છે. આ વેક્સિન ઝડપથી સામે આવી રહેલા કોરોના વાયરસના અન્ય વેરિએન્ટ્સ વિરૂદ્ધ પણ અસરકારક છેકોવેક્સિન કે BBV152 એક વ્હોલ વાયરોન ઈનએક્ટિવેટેડ SARS-CoV-2 વેક્સિન છે. જેને વેરો સેલ્સથી બનાવવામાં આવી છે. આ 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટેબલ રહે છે અને રેડી-ટૂ-યૂઝ લિક્વિડ ફોર્મેશનમાં ટ્રાંસપોર્ટ કરવામાં આવે છે. હાલની વેક્સિન સપ્લાઈ ચેન ચેનલ્સ માટે આ ઉપયુક્ત છે. BBV152ની સાથે 28 દિવસની ઓપન વાયલ પોલિસી પણ છે, જે વેક્સિનના વેસ્ટેજને 10-30% સુધી ઓછું કરે છે.ભારતમાં કોવેક્સિન તૈયાર કરી રહેલા ભારત બાયોટેકે પોતાની નેઝલ વેક્સિન કોરોફ્લુના ટ્રાયલ્સ જાન્યુઆરીમાં શરૂ કર્યા હતા. ભારત બાયોટેકના ફાઉન્ડર ડૉ, કૃષ્ણા એલ્લાના જણાવ્યા મુજબ, નેઝલ વેક્સિનને એક જ વખત આપવાની રહેશે. અત્યાર સુધીના રિસર્ચ મુજબ આ ઘણો જ સારો વિકલ્પ સાબિત થયો છે. તેના માટે કંપનીએ વોશિંગ્ટન યુનિવર્સિટીની સાથે કરાર કર્યા છે.ક્લિનિકલ ટ્રાય્લ્સ રજિસ્ટ્રી મુજબ ચાર શહેરોમાં 175 લોકોને આ નેઝલ વેક્સિન આપવામાં આવી છે. થોડાં જ દિવસોમાં તેના ફેઝ-1 ટ્રાયલ્સના પરિણામો આવવાની આશા છે. સારી વાત એ છે કે આ નાકમાં સ્પ્રે કરીને આપવામાં આવશે અને વાયરસના એન્ટ્રી પોઈન્ટ્સને જ બ્લોક કરી દેશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે નાકથી જ કોરોના શરીરમાં એન્ટ્રી કરે છે અને બીમાર કરે છે. ત્યારે નેઝલ સ્પ્રે અસરદાર સાબિત થઈ શકે છે.

Download Our B K News Today App



Related News