થરાદમાં શિક્ષણ જાગૃતિ અભિયાન થકી વાલી સેમિનાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:31:44
  • Views : 498
  • Modified Date : 2019-04-29 11:31:44

‘મારે ભમવું છે ગામેગામ, ખૂંદવા પાદર, કંદરા, પહાડ’ આવી ઉÂક્તઓને પંક્તિઓને સાકારિત કરવા સંસ્કાર પીરસતી, માનવતા ભક્તિ સાથે સાથે સમાજમાં, ગામમાં કે શહેરમાં માનભેર પોતાનું સ્થાન મજબૂત કરી આપ તું,  વિદ્યાધામ - સંસ્કારધામ એટલે  વાઇબ્રન્ટ વિધાસંકુલ.આવા સંકુલે માનવ માનવમાં અભ્યાસ શિક્ષણ પ્રત્યે એક અલગ અંદાજથી, નજરથી જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કર્યુ.  સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઇ આર. પટેલે ગામડે ગામડે જઈ લોકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ પેદા કરી છે. આ જમાનો  જ્ઞાનનો છે  જ્ઞાન મેળવવાનો છે જે ભણશે જેની પાસે વધુ માહિતી હશે તેજ આગળ જશે વગેરે  વગેરે .... જેવી વાતો કરી. ગામના લોકોને મળી, ગામડે ગામડે જઈ ૭૦ થી પણ વધુ મીટિંગો  કરી એક જાગૃત યુવાનનું શ્રેષ્ઠ ઉદારણ  પૂરું પાડ્‌યું છે હજુ બાકી હોય તેમ આ યુવાન હજુ પણ થાક્યા નથી. ત્યારે મને લખવાદો....... કહેવાદો કે આ યુવાન પોતાના ખર્ચે  ફરીથી નિઃસ્વાર્થ ભાવે તારીખ ૨૬/૦૪/૨૦૧૯ને શુક્રવારથી શિક્ષણ જાગૃતિનો બીજો અધ્યાય શરૂ કરી દીધો છે અને પ્રથમ દિવસે જ  ૮ જેવા ગામોમાં જઈને લોકોને આહવાન કરી રહ્યા છે અને આ દોર ચાલુ જ રાખવાની તેમ સાથે આવા શિક્ષણની ભૂખ જગાડનાર યુવાને પોતાની જ સંસ્થામાં તારીખ ૩૦/૦૪/૨૦૧૯ના રોજ સવારે ૯ઃ૦૦ કલાકથી શિક્ષણ સેમિનારનું આયોજન કર્યુ છે પોતાની સંસ્થાના વિદ્યાર્થીને મળેલ લાભ  સિદ્ધિ તે દરેક ગામના બાળકોને અપાવવા માગે છે . તો આવો ૩૦/૦૪/૨૦૧૯ ના રોજ આપણે બધા સાથે મળી તે વિદ્યાર્થીની આવી સિદ્ધિને વાગોળીએ યાદ કરીએ અને અસંખ્ય બાળકોને –વિદ્યાર્થીઓને આવી સિદ્ધિના ભાગીદાર બનાવીએ,  નિમિત બનીએ.  આવી શિક્ષણની આહલેક જગાડનાર યુવાનને ધન્યવાદ ... કે જે પોતાના પંથકના બાળકોને ગામમાંથી બહાર લઈ વિશ્વ  દર્શન કરાવવા માગે છે.
 

Download Our B K News Today App



Related News