માંડવીમાં ઈકો ટુરિઝમ પાર્કમાં બ્રિજ તૂટી પડતા 25થી વધુ ઈજાગ્રસ્ત થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 12:51:49
  • Views : 396
  • Modified Date : 2020-03-11 12:51:49

માંડવી તાલુકાના જેતપુર-કેવડી ગામ ખાતે આવેલા આવેલી ઈકો ટુરિઝમ પાર્કમાં તળાવ પરનો લોખંડનો બ્રિજ તૂટી પડતા 25થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના સુરતના હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને બારડોલીની સરદાર હોસ્પિટલ અને સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.  રજાના દિવસોમાં સુરત અને જિલ્લાના લોકો ફરવા માટે જતા હોય છે. હાલ હોલીની રજાઓના લઈને આજે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઈકો પાર્કમાં ઉમટી પડ્યા હતા. ઈકો પાર્કમાં જંગલની વચ્ચે નદીને પાર કરવા માટે એક 25થી 30 ફૂટ ઉંચો લોખંડનો બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે તૂટી પડ્યો હતો. જેથી 25 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ માંડવી બાદ બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 જેટલા ગંભીર ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોળીની રજાને લઈને મોટી સંખ્યામાં સુરતના લોકો માંડવી ઈકો ટુરિઝન પાર્કમાં ફરવા માટે ગયા હતા. જે લોકો બ્રિજ તૂટી પડતા ઈજાગ્રસ્ત થયા હતા. બ્રિજ તૂટી પડતા ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના સુરતના છે. જે પૈકીના 4 જેટલાને સુરત સ્વિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોક્ષ મુકેશ ગામી (ઉ.વ.3 રહે. ભગુ નગર, વરાછા), રીના મનીષ ગામી (ઉ.વ.33 રહે. એજન), દક્ષા ઘનશ્યામ ફાસરા (ઉ.વ.54 રહે. પૂર્વી સોસાયટી, વરાછા) અને દયાબેન અશ્વિન ચોથાણી (ઉ.વ.48 રહે. ભગુ નગર, વરાછા), મનીષા લક્ષમણ જાની (ઉ.વ.4 રહે. ભગુ નગર, વરાછા), રસીલા ભગુ ગુંદડીયા (ઉ.વ.56 રહે. મીની બજાર, વરાછા) અને રિન્કુ મનીષ ગામી (ઉ.વ.40 રહે. ભગુ નગર, વરાછા), રંજન મુકેશ ગામી (ઉ.વ.28 રહે ભગુ નગર વરાછા), પટેલ ચિરાગ, વેદ ચિરાગ પટેલ(ઉ.વ.9)ને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે  ખસેડાયા છે.

Download Our B K News Today App



Related News