હિજાબ ચુકાદાના પડઘા / 'મોર્નિંગ વોક માટે તો જતા જ હશો',ચીફ જસ્ટિસને હત્યાની ધમકી મળતા ખળભળાટ,કેન્દ્ર એલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-20 12:30:52
  • Views : 263
  • Modified Date : 2022-03-20 12:30:52

કર્ણાટકમાં હિજાબ મુદ્દે ચુકાદો આપનાર ચીફ જસ્ટિસ સહિતના 3 જજને જાનથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. સોશિયલ મીડિયા પર કોઈકે વીડિયો પોસ્ટ કરીને જજની જાનથી મારી નાખવાની ધમકી આપી છે. વકીલનો આરોપ છે કે વીડિયો તમિલનાડુમાંથી મોકલાયો છે. તેમણે કહ્યું કે કર્ણાટકના માનનીય ચીફ જસ્ટિસને એવું કહીને ધમકી આપવામાં આવી કે તેમને ખબર છે કે ચીફ જસ્ટિસ મોર્નિંગ વોક માટે ક્યાં જાય છે. આ ધમકીમાં ઝારખંડના જસ્ટિસની હત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

 

વકીલ ઉમાપતિએ એવો આરોપ લગાવ્યો કે મને વોટ્સએપ પર એક વીડિયો મળ્યો મહતો જેમાં ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીની હત્યાની ધમકી આપવામાં આવી હતી. 15 માર્ચ કર્ણાટકના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ એવો ચુકાદો આપ્યો હતો કે હિજાબ ધાર્મિક પ્રથાનો અનિવાર્ય હિસ્સો નથી. તેમણે કહ્યું કે હાઈકોર્ટ ક્લાસરુમમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધના સમર્થનમાં છે. તેમણે એવો પણ ચુકાદો આપ્યો હતો કે વિદ્યાર્થીઓએ યુનિફોર્મમાં સ્કૂલ-કોલેજ આવવું જોઈએ. વકીલે કહ્યું કે વીડિયો જોઈને મને ખૂબ આઘાત લાગ્યો.મેં તાત્કાલિક હાઈકોર્ટના રજિસ્ટારનો સંપર્ક સાધ્યો. 

 

ધમકી બાદ ચીફ જસ્ટિસ સહિત 3 જજને મળી વાય શ્રેણીની સુરક્ષા

ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી સહિત 3 જજને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ કેન્દ્ર સરકાર પણ ચિંતિત થઈ છે. સરકારે ત્રણેય જજોને તાત્કાલિક ધોરણે વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવાનો ઓર્ડર આપી દીધો છે.

 

15 માર્ચે હિજાબ વિરૃદ્ધ મોટો ચુકાદો આપ્યો હતો ચીફ જસ્ટિસે

 

કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ 15 માર્ચે હિજાબ વિરૃદ્ધ મોટો ચુકાદો આપ્યો હતો. તેમણે કહ્યું કે હિજાબ ધાર્મિક પ્રથાનો અનિવાર્ય હિસ્સો નથી તેથી તેને સ્કૂલો કે કોલેજોમાં પહેરવાની મંજૂરી ન આપી શકાય.કટ્ટરપંથીઓ કર્ણાટક હાઈકોર્ટનો આ ચુકાદો પસંદ આવ્યો લાગતો નથી તેથી તેમણે હવે ચીફ જસ્ટિસને સીધી ધમકી આપવા પર ઉતરી પડ્યાં છે. 

 

28 જુલાઈએ મોર્નિંગ વોક કરી રહેલા ઝારખંડના જજની પણ હત્યા કરી દેવાઈ હતી

ઉલ્લેખનીય છે કે ઝારખંડના ધનબાદમાં પણ 28 જુલાઈએ મોર્નિંગ વોકમાં નીકળેલા જજ ઉત્તમ આનંદને કોઈકે જાણીજોઈને ગાડી અથડાવી હતી જેમાં તેમનું મોત થયું હતું.હવે બીજા જજને આવી ધમકી મળતા ખળભળાટ મચ્યો છે. 

Download Our B K News Today App



Related News