રાજધાની દિલ્હીની ધરતીમાં ફરી અનુભાવાયુ કંપન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-23 08:38:03
  • Views : 104
  • Modified Date : 2024-01-23 08:38:03

રાજધાની દિલ્હીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. ચીનના દક્ષિણ શિનજિયાંગમાં સોમવારે મોડી રાત્રે 7.2ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો. જેના કારણે દિલ્હી અને NCRના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકાઅનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં 80 કિલોમીટરની ઊંડાઈએ હોવાની માહિતી આપી છે.ચીનના દક્ષિણ શિનજિયાંગ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે 7.2ની તીવ્રતાનો એક મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા દિલ્હી અને NCRના કેટલાક ભાગોમાં પણ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં 80 કિલોમીટરની ઊંડાઈએ હતું. તમને જણાવી દઈએ કે દિલ્હી-એનસીઆર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ રાજધાની અને આસપાસના વિસ્તારોને ઝોન-4માં મૂક્યા છે.ઝોન-4 એટલે કે હિમાલય, કાશ્મીર અને કચ્છ પછી દિલ્હી NCRમાં ભૂકંપનું જોખમ સૌથી વધુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી અહીં વારંવાર ભૂકંપ આંચકા અનુભવાઇ રહ્યા છે. ગત વર્ષે અહીં 18 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે.આ વર્ષે સોમવારે ફરી એકવાર દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની અસર થોડાક સમય સુધી રહી હતી.ધરતીમાં કંપનનો અનુભવ થતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સોમવારે દિલ્હી-એનસીઆરમાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ચીનના દક્ષિણ શિનજિયાંગ ક્ષેત્રમાં 80 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું સામે આવ્યુ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 નોંધાઇ છે.ઉત્તર ભારતમાં અને તેમાં પણ ખાસ કરીને દિલ્હી NCRમાં છેલ્લા એક વર્ષમાં ભૂકંપની ઘટનાઓમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. આ સાથે ભૂકંપની તીવ્રતા પણ વધી રહી છે, જે ખૂબ જ જોખમી છે. ખાસ કરીને અફઘાનિસ્તાન અને નેપાળ સહિત હિમાલયના ક્ષેત્રમાં આવતા દરેક ભૂકંપની અસર દિલ્હી-NCR પર પણ પડી રહી છે.દિલ્હી ફોલ્ટ લાઇન પર સ્થિત છે. મથુરા, મુરાદાબાદ અને સોહના પણ ત્રણેય ફોલ્ટ લાઇન છે, જે હિમાલયન ટેકટોનિક પ્લેટની નજીક છે. ધરતીની અંદર ટેકટોનિક પ્લેટ્સ અથડાય ત્યારે ભૂકંપ આવે છે. જેના કારણે જ હિમાલયના ક્ષેત્રમાં આવતા કોઈપણ ભૂકંપના આંચકા દિલ્હીમાં જોવા મળે છે.ભૂકંપને ધ્યાનમાં રાખીને દેશને પાંચ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે. દિલ્હી-NCRનો આ વિસ્તાર સિસ્મિક ઝોન-4માં છે. મતલબ કે હિમાલય અને ભૌગોલિક સ્થિતિને જોતા અહીં ભૂકંપનો ભય રહે છે. ભૂકંપના જોખમોના આધારે આ ઝોનનું વિભાજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાલય, કાશ્મીર અને કચ્છને ઝોન-5માં રાખવામાં આવ્યા છે, અહીં ભૂકંપનું જોખમ વધારે છે. આ પછી દિલ્હી-એનસીઆર, મહારાષ્ટ્ર અને જમ્મુમાં સંવેદનશીલ વિસ્તારો આવે છે, જેને ઝોન-4માં રાખવામાં આવ્યા છે. જ્યારે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને બેંગ્લોરનો ઝોન-3માં સમાવેશ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News