રેલવે ઇ-ટિકિટ કૌભાંડ, 27હજારથી વધુ લાઇવ ઇ-ટિકિટોને લોક કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 13:08:35
  • Views : 426
  • Modified Date : 2020-02-27 13:08:35

કરોડો રૂપિયાના ઇ રેલવે ટિકિટ કૌભાંડમાં ટિકિટોનું બુકીંગ હગ મેક સોફટવેરથી થયેલા કૌભાંડમાં બુક કરાયેલી 7.6 કરોડની 27948 ટિકિટો લાઈવ હોવાનું બહાર આવતાં તેને લોક કરવા માટે રેલવે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરાઇ છે,એક સપ્તાહની તપાસ બાદ એવી વિગતો પણ પ્રકાશમાં આવી છે કે ઇ ટીકીટ કૌભાંડ અંદાજે રૂ.68 કરોડનું હોવાનું મનાઈ રહ્યુ છે.કૌભાંડનો પર્દાફાશ અંકલેશ્વરેથી થયો હતો. રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના ટોચના સૂત્રોએ જણાવ્યું  કે ‘ વેસ્ટર્ન રેલવે અને ઇસ્ટર્ન રેલવેમાં અલગ અલગ રીતે પકડાયેલા બંને આરોપીઓની મંગળવારે કડક પુછપરછ કરાઈ હતી. જેમાં હગ મેક સોફટવેરથી 68 કરોડ રૂપીયાની ઇ ટિકીટો બુક થઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ દશ હજારથી વધુ આઇડીની ડીટેલ આવવાની બાકી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું કે સુરત ક્રાઈમ  બ્રાન્ચે વલસાડથી હગ મેક સોફટવેરના એક સુપર સેલરની ધરપકડ કરી વસઈ આરપીએફને સોંપવામાં આવ્યો્ છે.દેશના સૈૌથી મોટા ઇ - ટિકીટ બુકિંગ માટે હગ મેક સોફટવેરનો ઉપયોગ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. હગ મેક સોફટવેરની મદદથી ગેરકાયદે દલાલો દ્વારા છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 100 કરોડ રૂપીયા કરતાં વધુની ઇ -ટિકીટો બુક કરાઈ હતી. સોફટવેરની પેનલમાં 59 હજાર આઇડી મળ્યા હતા. હાલમાં 7.6 કરોડ રૂપીયાની ઇ-ટીકીટો લાઈવ છે જેને લોક કરવા માટે રેલવે તંત્રે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આરપીએફના ડીજી અરુણકુમારે જણાવ્યું  કે ઇ- ટિકીટ કૌભાંડની તપાસમાં 3 કરોડની ટિકિટ મુસાફરોએ ઉપયોગ કરી નાખી હોવાનું સપાટી પર આવ્યું હતું. જેને પગલે આ ઇ ટિકિટો પર કબજે કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News