સિવિલ સર્વિસ મેઈન પરીક્ષા 2020 માટે ઈ-એડમિટ કાર્ડ જારી, 8 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા માટે આયોગે ગાઈડલાઈન પણ જારી કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 13:07:49
  • Views : 335
  • Modified Date : 2020-12-18 13:07:49

    યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન પરીક્ષા 2020 માટે ઈ-એડમિટ કાર્ડ જારી કર્યું છે. UPSC સિવિલ સર્વિસ મેઈન એક્ઝામ 2020 માટે ડિટેલ્સ એપ્લિકેશન ફોર્મ (DAF) સબમિટ કરનારા કેન્ડિટેડ પોતાના UPSC મેસ એડમિટ કાર્ડ કમિશનના એપ્લિકેશન પોર્ટલ, upsconline.nic.inથી ડાઉનલોડ કરી શકે છે. UPSCની સિવિલ સેવા મુખ્ય પરીક્ષા 2020નું શિડ્યુઅલ 6 નવેમ્બર, 2020ના રોજ જારી કરવામાં આવ્યું હતું, જેના અનુસાર પરીક્ષા 8થી 17 જાન્યુઆરી, 2021 દરમિયાન લેવામાં આવશે.UPSCની તરફથી જારી નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે, ઓનલાઈન ડાઉનલોડ કરવામાં આવેલા ઈ-એડમિટ કાર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલ થવા પર ઉમેદવારે તરત આયોગનો સંપર્ક કરવો. તે ઉપરાંત ઉમેદવારે ધ્યાન રાખવું કે પરીક્ષા માટે જતી વખતે ઈ-એડમિટ કાર્ડની સાથે એક ફોટો આઈડી પણ સાથે લઈ જવું પડશે.

    કોરોનાકાળમાં યોજાનારી પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર એડમિટ કાર્ડ જારી કરવાની સાથે પરીક્ષામાં સામેલ થતા ઉમેદવારો માટે પરીક્ષા દરમિયાન જરૂરી સૂચનાઓ સાથે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન પણ જારી કરી છે. આ તમામ નિર્દેશોનું પાલન ઉમેદવારોએ ફરજિયાતપણે કરવું પડશે. તમામ કેન્ડિટેટ્સને પરીક્ષા દરમિયાન માસ્ક/ફેસ શિલ્ડ પહેરવું જરૂરી છે. માસ્ક વગર/ફેસ શિલ્ડ વગર એન્ટ્રી આપવામાં નહીં આવે.પરીક્ષા પ્રક્રિયા સંબંધિત અધિકારીઓ દ્વારા ચકાસણી કરતી વખતે ઉમેદવારોએ માસ્ક /ફેસ શિલ્ડ હટાવવાનું રહેશે. ઉમેદવારો પોતાના ઉપયોગ માટે નાના આકારની હેન્ડ સેનિટાઇઝર પારદર્શક બોટલનો ઉપયોગ કરી શકશે. પરીક્ષા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

    Download Our B K News Today App



    Related News