દુષ્કર્મપીડિત બાળકી 6 દિવસ બાદ પણ બોલી શકતી નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 10:17:59
  • Views : 467
  • Modified Date : 2020-03-11 10:17:59

પાલનપુર રેલવે સ્ટેશનના બંધ ક્વાર્ટર્સમાં એક સપ્તાહ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી 4 વર્ષીય બાળકીનો દુષ્કર્મી હજુ પોલીસ પકડથી દૂર છે. જોકે બાળકીની સારવાર અમદાવાદની હોસ્પિટલમાં ચાલી રહી છે જ્યાં સૂત્રોના જણાવ્યા અનુસાર 6 દિવસ બાદ પણ બાળકી બોલતી થઈ શકી નથી. 6 દિવસથી બાળકીની સારવાર ચાલી રહી છે.પરંતુ બાળકી હજુ ગુમસુમ રહે છે. તેના ભાઈ બહેન અને માતા બાળકી પાસે દિવસ દરમિયાન રહે છે. રેલવે પોલીસની 2 મહિલાઓ અને અન્ય 2 મહિલાઓ સતત બાળકીની તકેદારી માટે ત્યાં રહે છે. સ્થાનિક ધારાસભ્ય ગ્યાસુદીન શેખ બાળકીના પરિવારની કાળજી લઈ રહ્યા છે. દુષ્કર્મીની સ્પષ્ટ તસવીરને લઈ હજુ તપાસ આગળ વધી નથી જેને લઈ વડગામ ધારાસભ્ય પણ હવે ગુજરાત સરકારને ઘેરવા મેદાનમાં ઉતારી સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ પાઠવ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ રાજ્યના પોલીસ તંત્ર અને સીઆઇડીની ઘોર નિષ્ક્રિયતા હોવાના આક્ષેપો સાથે જિલ્લાના દલિત સંઘઠને બાળકીના પરિવારને પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસમાં મકાનની સુવિધા તાકીદે આપવા પણ માંગ કરી છે.

Download Our B K News Today App



Related News