બે સગીર બહેનો પર દુષ્કર્મ આચરનાર ઘાડા ગામના 2 નરાધમ શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-13 10:42:30
  • Views : 833
  • Modified Date : 2020-03-13 10:42:30

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામે બે સગી બહેનો પર દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા. ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામ નજીકથી પસાર થતી સીપુ નદીના તટમા ખેડૂત પરીવારની બે સગીરવયની દીકરીઓ પર ઘાડા ગામના બે યુવકોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે ભોગ બનનાર સગીરાએ ડીસા તાલુકા પોલીસ મથકે ઘાડા ગામના બે શખ્સો સામે પોસ્કો તેમજ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી હતી. જેથી ડીસા તાલુકા પીઆઇ એમ.જે.ચૌધરીએ અલગ અલગ બે ટીમ બનાવી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. જેમા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને સગીરા પર દુષ્કર્મ આચરનાર ફતેસિંહ ઉર્ફે સતીષ સુરતાલસિંહ વાઘેલા (ઉં.વ.20) અને અજમેરસિંહ ઉર્ફે અજમલસિંહ ગીરધારસિંહ વાઘેલા (ઉં.વ.21) બન્ને (રહે.ઉચાડી પાટી, ઘાડા,તા.ડીસા)ને ઝડપી પાડવામાં આવ્યાં છે તેમ નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલ અને પીઆઇ એમ.જે.ચૌધરીએ જણાવ્યું હતું. દુષ્કર્મ આચરનાર ફતેસિહ ઉર્ફે સતીષ સુરતાલસિહ વાઘેલા ડીસા કોલેજમાં બી.કોમમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તાજેતરમાં જ બીએસએફની ભરતીમાં પાસ થયેલ છે.

Download Our B K News Today App



Related News