પાલનપુરમાં ૪ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 13:45:45
  • Views : 2120
  • Modified Date : 2020-03-03 13:45:45

પાલનપુરમાં ૪ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

પાલનપુરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલા બંધ સ્ટાફ ક્વાટર્સમાં કોઈ અજાણ્યા શખ્સે એક ૪ વર્ષની બાળકી ઉપર સોમવારે પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યાંથી બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. જેને રેલ્વે પોલીસે પાલનપુર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ અંગેની જાણ થતાં જ લોકોમાં ભારે રોષ પ્રસરી ગયો હતો. દરમિયાન પોલીસે અજાણ્યા બળાત્કારીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વચ્ચે રેલ્વેના કન્ડમ થયેલા સ્ટાફ ક્વાર્ટસ આવેલા છે. આ બંધ મકાનમાં કોઈ અજાણ્યો નરાધમ એક ૪ વર્ષની બાળકીને લઈ આવ્યો હતો. અને તેના ઉપર બર્બરતા પૂર્વક પાશવી બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ રેલ્વે પોલીસ સહિત લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જ્યાંથી બાળકીને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જોકે, બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.


Download Our B K News Today App



Related News