વાસણા રોડ પર પીવાનું પાણી દૂષિત આવતાં મહિલાઓએ પાલિકાને ઘેરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 12:26:40
  • Views : 384
  • Modified Date : 2020-03-19 12:26:40

 નગરપાલિકા દ્વારા પ્રજાને પીવાનું ગંદુ પાણી આપી ભયંકર રોગચાળાને નિમંત્રણ આપતી હોય તેવું બહાર આવ્યું છે ગંદા પાણીની સમસ્યાને લઈ વાસણા રોડની તલાવડી વિસ્તારની મહિલાઓ બુધવારે નગરપાલિકા પહોંચી ગંદા પાણીના નિકાલ માટે રણચંડી બની હતી.આ સમસ્યાનો કાયમી ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડબ્રહ્મા શહેરના વાસણા રોડ પર આવેલ તલાવડી વિસ્તારમાં છેલ્લા એક માસથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી રહીશો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરાઇ હતી પરંતુ પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઇ ન હતી. બુધવારે તલાવડી વિસ્તારની 100 જેટલી મહિલાઓ રામજી મહારાજની આગેવાનીમાં ગંદા પાણીની બોટલો અને ડોલો ભરી ખેડબ્રહ્મા પાલિકામાં પહોંચી હતી. પીવાના દૂષિત પાણીની સમસ્યાને લઇ મહિલાઓએ પાલિકાનો ઘેરાવ કર્યો હતો. મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યુ કે પાલિકાના સદસ્યો અને કર્મચારીઓને અનેક વાર રજૂઆત કરી છે પંરતુ ઠાલા આશ્વાસનો જ અપાતા હોવાનો આક્ષેપ કર્યો છે. મહિલાઓએ પાલિકાના તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને જવાબદાર અધિકારી ઘટના સ્થળે આવી તાત્કાલિક સમસ્યાનો નિકાલ કરે નહિતર આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે પાલિકા પાણી પુરવઠા ચેરમેન નિકુંજભાઈના જણાવ્યાનુસાર આ વિસ્તારમાં રસ્તાનું કામ ચાલુ હતું જેમાં મોટા સાધનોની અવરજવરથી પાણીની પાઇપ લાઇન ફાટી ગઈ હતી જેમાં ગંદુ પાણી ભળતું હોવાથી સમસ્યા થઈ હતી અને બુધવાર બપોરેથી જ લાઇન બદલવાનું કામ ચાલુ કરી દેવાયુ છે.

Download Our B K News Today App



Related News