દુનિયા પર ખતરો, પહેલી વાર ગાયબ થયો ગ્લેશિયર, કરાયા અંતિમ સંસ્કાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 12:24:05
  • Views : 683
  • Modified Date : 2019-08-21 12:24:05

પશ્ચિમી આઇલેન્ડમાં ઓકજોકુલ ગ્લેશિયરના ખતમ થવા પર સ્થાનીય લોકોએ 'અંતિમ સંસ્કાર' જેવી પ્રક્રિયા અનુસર્યા. આઇસલેન્ડના વડાપ્રધાન કેટરીન જકોબસ્ડોટિર, યૂએન હ્યૂમન રાઇટ્સ કમિશ્નર મેરી રોબિનસન, રિસર્ચર્સ, વિદ્યાર્થી અને અન્ય લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ સમયે વડાપ્રધાન કેટરીને કહ્યું કે એમને આશા છે કે અંતિમ સંસ્કારમાં ન માત્ર આઇસલેન્ડના લોકો માટે, પરંતુ આખી દુનિયા માટે પ્રેરણાદાયી હશે. કેમકે આપણે અહીં જે જોઇ રહ્યા છીએ તે ક્લાઇમેટ ચેન્જનો માત્ર એક ચહેરો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આઇસલેન્ડના કેટલાય ગ્લેશિયરોના પિગળવાનો ખતરો જોવાઇ રહ્યો છે. બર્લિન યૂનિવર્સિટીના એક પ્રોફેસર જુલિયન વીસનું કહેવું છે કે કોઇ ગ્લેશિયરને ગાયબ થતા જોવી એવી ઘટના છે જેને આપ અનુભવી શકો છો અને સમજી શકો છો. પ્રોફેસર જુલિયને કહ્યું કે તમે ક્લાઇમેટ ચેન્જને રોજ મહેસૂસ નથી કરી શકતા, એક માણસ તરીકે જુઓ તો ધીમે ધીમે થઇ રહ્યું છે. પરંતુ ભૌગોલિક રીતે તે ઘણું ઝડપી છે. 

Download Our B K News Today App



Related News