વનવિભાગ હેબતપુર પાસે પશુઓનાં મૃતદેહો ફેંકી દેતાં હોવાનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 14:16:08
  • Views : 370
  • Modified Date : 2020-10-12 14:16:08

       હેબતપુરના અંતરિયાળ વિસ્તારમાં કેનાલ પાસે બે વાંદરા, નીલગાય અને હરણનાં મૃતદેહો મળી આવ્યાં હતાં. જેને લઈને ભારે હોબાળો મચ્યો છે.આ અંગે વન્યજીવ પ્રેમી જાસ્મીન શાહે જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતા દવાખાનામાં પશુ ડોક્ટર નથી. જેના કારણે વન્ય જીવોની સારવાર થતી નથી. વન વિભાગ દ્વારા વન્ય જીવોને લાવીને તેની કાળજી કે સારવાર કરતા નથી અને પશુ ભૂખ્યા મરી જાય છે. મૃત પશુઓને દફન કરવાની જગ્યા તેમના મૃતદેહોને ગમે ત્યાં ફેંકીને તેમની અંતિમક્રિયાના પૈસા સરકારમાંથી લઇ લેતા હોય છે.

Download Our B K News Today App



Related News