વધારે ધુમ્રપાન કરવાથી ચહેરા પર વૃદ્ધાવસ્થા આવી જાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-21 13:04:21
  • Views : 465
  • Modified Date : 2019-11-21 13:04:21

ધુમ્રપાન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેનાથી વ્યક્તિના ચહેરા પર વૃદ્ધાવસ્થા જલ્દી આવી જાય છે. 'ઁર્ન્ંજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ વધારે ધુમ્રપાનને લીધે વ્યક્તિનો ચેહરો વૃદ્ધ દેખાવા લાગે છે.યુનાઇટેડ કિંગ્ડમની બ્રિસ્ટલ યુનિવર્સિટી દ્વારા કરાયેલા રીસર્ચ મુજબ કેટલાંક લોકો ૧-૨ જિનેટિક વેરિઅન્ટ ધરાવે છે, જે ધુમ્રપાન અને તમાકુનાં સેવન સાથે સંકળાયેલા હોય છે.ધુમ્રપાનની અસર સ્વાસ્થ્ય અને ચહેરા પર કેવી રીતે થાય છે તે જાણવા માટે આ રીસર્ચમાં કેટલાંક વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ધુમ્રપાન કરતા અને ધુમ્રપાન ન કરતા લોકોને ૨ અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા.રીસર્ચમાં વિવિધ ૧૮૦૦ પ્રકારનાં લક્ષણોનું અવલોકન કરવામાં આવ્યું હતું. તેમાં ફેશિયલ એજિંગ (ચહેરા પર દેખાતી વૃદ્ધાવસ્થા) અને વોલન્ટિયર્સને અગાઉ ધુમ્રપાનને લીધે પડેલી તકલીફો વિશે નોંધ લેવામાં આવી હતી.રીસર્ચમાં જોવા મળ્યું કે વધારે ધુમ્રપાન કરવાથી ફેફસાંને નુકસાન થાય છે સાથે જ સ્કિન કેન્સર થવાનું જોખમ વધે છે અને વધારે ધુમ્રપાન કરતી વ્યક્તિમાં ફેશિયલ એજિંગ વધારે જોવા મળે છે.


Download Our B K News Today App



Related News