કોંગ્રેસે ડમી મેયર, ડે. મેયર અને મ્યુ.કમિશનર બેસાડી AMC પ્રાંગણમાં સામાન્ય સભા યોજી, ભાજપ સામે બેનરો સાથે વિરોધ દર્શાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 12:39:40
  • Views : 376
  • Modified Date : 2020-08-28 12:39:40

      કોંગ્રેસે સમાંતર સામાન્ય સભા યોજીને ડમી મેયર, ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર બેસાડી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ શાસન સામે તસવીરો અને બેનેરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. કોરોના મહામારીમાં લોકડાઉન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સામાન્ય સભા ઓનલાઇન યોજાય છે. અનલોક બાદ અન્ય મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ સાથે સભા યોજાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સભા ન યોજાતા આજે વિપક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખી રીતે સભા યોજવામાં આવી હતી.કોર્પોરેશનની બિલ્ડિંગના પ્રાંગણમાં સમાંતર સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. બહેરામપુરા મહિલા કોર્પોરેટર કમળાબેન ચાવડાને ડમી મેયર બનાવાયા. જ્યારે સુરેન્દ્ર બક્ષીને ડેપ્યુટી મેયર બનાવાયા હતા. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને મ્યુનિસિપલ કમિશનર બનાવ્યા હતાં. ઓનલાઈન પદ્ધતિથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા જ થતી ન હોવાની રજૂઆત કરાઈ હતી.મેયરને મર્યાદિત સંખ્યામાં સભ્યો બોલાવવા રજૂઆત બાદ પણ મેયરની મંજૂરી નહીં. વિપક્ષના નેતા દિનેશ શર્માએ શ્રેય હોસ્પિટલનો મુદ્દો ઉઠાવી માત્ર તપાસનું નાટક કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News