હવે ૨૫ ડિસેમ્બરથી વધુ ઠંડી પડશે હાલ ધુમ્મસની ચાદરનવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 14:48:13
  • Views : 591
  • Modified Date : 2019-12-24 14:48:13


ઉતર ભારતમાં કાતિલ ઠંડીની Âસ્થતી વચ્ચે હાલમાં લોકોને કોઇ રાહત નહીં મળે તેવી શક્યતા છે. કારણ કે હવામાન વિભાગે આગામી કરતા કહ્યુ છે કે ૨૫મી ડિસેમ્બરના દિવસથી ઉત્તર ભારતના મેદાની ભાગોમાં દિવસમાં ઠંડીથી લોકોને રાહત મળી શકે છે. જા કે રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને દિલ્હી સહિતના વિસ્તારોમાં શીત લહેર ફરી વળે તેવી શક્યતાછે. જેથી ઠંડી વધી જવાની શક્યતા છે. આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તરીય રાજસ્થાન, દિલ્હી અને પંજાબ તેમજ હરિયાણમાં કાતિલ ઠંડીની સાથે સાથે ધુમ્મસની ચાદર રહી શકે છે. હિમાચલપ્રદેશ અને કાશ્મીરમાં હિમવર્ષાની સાથે સાથે છત્તિસગઢમાં કેટલીક જગ્યાએ હિમવર્ષા થઇ શકે છે. વાહન વ્યવહારને હાલમાં અસર થઇ રહી છે.ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે. વિમાની  અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી  દોડી રહી છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે. એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જાવી પડી છે.  મોટા ભાગના રાજ્યોમાં પારો ગગડી ગયો છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના  મેદાની રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. કાશ્મીરમા અવિરત ભારે હિમવર્ષાના કારણે સતત વિમાની સેવાને અસર થઇ રહી છે. પ્રતિકુળ હવામાનની Âસ્થતીના કારણે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગની સાથે સાથે વાહન વ્યવહાર પર માઠી અસર થઇ રહીછે. જમ્મુના વૈષ્ણોદેવી  વિસ્તારમાં પણ સિઝનમાં પ્રથમ વખત હિમવર્ષા થઇ છે. ગંગોત્રી અને યમનોત્રી ધાર્મિક વિસ્તારમાં છ ઇંચ સધી બરફ પડતા ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. હવામાનમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની Âસ્થતી જાવા મળી રહી છે.  ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ  ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે .કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે.  કેદારનાથમાં પણ ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. ાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ઠંડીમાં હાલ કોઇ ફેરફાર થાય તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો મોડેથી દોડી રહી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. જેના કારણે યાત્રીઓ અટવાઇ પડ્યા છે.પહાડી વિસ્તારોમાં હિમ વર્ષાના કારણે હાલત કફોડી બની ગઇ છે. ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી ગયુ છે. દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં તો પારો એક ડિગ્રી કરતા પણ નીચે પહોંચી ગયો છે.દરમયાન ઠંડીના કારણે ભીલવાડામાં એક ખેડુતનુ મોત થયુ છે. કાતિલ ઠંડીના કારણે ખેડુતનુ મોત થયુ છે. આ ખેડુત રાત્રી ગાળામાં ખેતરમાં રખવાળી માટે પહોંચી ગયો હતો. સવારમાં જ્યારે પરિવારના સભ્યો તેમને શોધવા માટે પહોંચ્યા ત્યારે ખેડુત મૃત હાલતમાં મળી આવ્યો હતો. ખેડુતની ઓળખ અમરગઢના નિવાસી રામપાલ બેરવા તરીકે થઇ છે. ઉત્તર ભારતમાં હાલ કોઇ વધારે રાહત મળે તેવી શક્યતા દેખાઇ રહી નથી. 


Download Our B K News Today App



Related News